VIDEO: જેન-ઝી બાદ હવે જેન-આલ્ફા પણ મેદાનમાં..!
જેન-ઝી બાદ હવે જેન-આલ્ફા પણ પોતાની માંગ અને સમસ્યાઓને લઈને સીધી મેદાનમાં ઉતરી છે. મધ્યપ્રદેશના બડવાની જિલ્લાની જાંબલીની એકલવ્ય સ્કુલના વિદ્યાર્થીઓએ પોતાની માગ માટે અનેખો માર્ગ અપનાવ્યો હતો. સ્કુલના વિદ્યાર્થી-વિધાર્થીનીઓ જાંબલીથી 15 કીમી દૂર ચાલીને પોતાના પ્રશ્નો માટે કલેક્ટરને મળવાની માંગ કરી હતી. જાંબલી સ્કુલના છોકરાઓ સવારે સાડા સાત વાગ્યે સંસ્થાના હોદેદારોની વાત માન્ય વગર જ સીધા બીડવાની કલેક્ટર ઓફિસ ચાલી નિકળ્યા હતા. સ્કુલ સત્તાવાળા, ટ્રાઇબર વિભાગના અધિકારીઓ, પોલીસ અને સ્થાનિક નેતાઓની સમજાવટ પછી પણ આ વિદ્યાર્થીઓ એક ના બે થયા ન હતા અને કલેકટરને મળવાની જીદ સાથે ચાલતા ચાલતા નિકળી પડ્યા હતા. વિદ્યાર્થીઓ કહ્યું હતું કે અમે માત્ર કલેક્ટર મેડમની જ અમારી રજુઆત કરીશું.. બાકી કોઇને અમે વાત નહીં કરીએ.
સવારને નિકળેલા બાળકો બપોરે દોઢ વાગ્યે અડધા રસ્તે પહોંચતા ઘટનાની ગંભીરતા સમજીને કલેક્ટર જ્યોતિ સિંહ વિદ્યાર્થીને સામે ચાલીને મળ્યા હતા. વિદ્યાર્થીઓએ કલેક્ટરને જણાવ્યું હતું કે અમીરા સાથે જાતિવાદી વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. અમારા માતા-પિતા સાથે ગેરવર્તુણક કરવામાં આવી રહી છે. અમરા પરિવારના કોઇ સભ્ય સાથે જવું રિસ્ટીક્ટેડ છે. આ સાથે અમને મોબાઇલ વાપરવા દેવામાં પણ નથી આવતા. વિદ્યાર્થીની માગને ધ્યાનમાં રાખીને કલેક્ટેર પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી. ત્યાર બાદ આ વિદ્યાર્થીઓ અડધેથી પાછા ફર્યા હતા.
જેન - આલ્ફાનું શાંતિપૂર્ણ પર મજબુત આંદોલન જોઇને સોં દંગ રહી ગયા હતા. સ્થાનિક સત્તાવાળીને કે ટ્રાઇબલ વિભાગના અધિકારીઓને કહ્યા વગર જ આ વિદ્યાર્થીઓએ અચાનક આંદોલન શરુ કરતા બધા ડઘાઇ ગયા હતા. જાબલી એકલવ્ય સ્કુલના પ્રિન્સિપાલનું કહવું હતું કે બાળકો અમને ક્યારેય રજૂઆત કરી નથી છતાં તેઓ સીધા ચાલતા ચલતા કલેક્ટર કચેરી જવા નિકળ્યા હતા. અમે બાળકોને સમજાવ્યા પણ તેઓ સમજ્યા નહીં...
જેન-ઝી બાદ જેન આલ્ફા હવે પોતાની રીતે ચાલે છે. પહેલા બાળકો માટે માતા-પિતા મેદાનમાં ઉતરતા હતા પણ હવે બાળકો સીધા જ મેદાનમાં ઉતરીને પોતાનો હક માગી રહ્યા છે.
--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

