Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : "When religion collapses, then..." Teaser of 'Mahavatar Parshuram' out with powerful dialogue

VIDEO: "જ્યારે ધર્મનું પતન થાય છે, ત્યારે..." પાવરફુલ કેપ્શન સાથે 'Mahavatar Parshuram'નું ટીઝર આઉટ

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હોમ્બલે ફિલ્મ્સ દ્વારા આજે 19 એપ્રિલે પરશુરામ જન્મોત્સવના અવસરે ફિલ્મ 'મહાવતાર પરશુરામ'નું પ્રથમ પોસ્ટર જારી કરવામાં આવ્યું છે. તેની સાથે ટીઝર પણ રજૂ કરવામાં આવ્યું છે. જાણો આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.

App Store

સિનેપ્રેમીઓને ‘KGF’, ‘સાલાર’ અને ‘કાંતારા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર હોમ્બલે ફિલ્મ્સ દ્વારા આજે પરશુરામ જયંતિના અવસરે ચાહકોને મોટી ભેટ આપવામાં આવી છે. 'મહાવતાર સિનેમેટિક યુનિવર્સ'ના બીજા ભાગ તરીકે ફિલ્મ 'મહાવતાર પરશુરામ'નું પ્રથમ પોસ્ટર અને ટીઝર શેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના દસ અવતારો પર આધારિત સાત ભાગોની એનિમેટેડ સીરીઝ 'મહાવતાર સિનેમેટિક યુનિવર્સ'નો આ બીજો હપ્તો છે. આ પહેલા ફિલ્મ 'મહાવતાર નરસિમ્હા'ને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી.


(Credit: Instagram of Hombalefilms)

પેન ઈન્ડિયા સ્તરે રિલીઝ થશે ફિલ્મ:

હોમ્બલે ફિલ્મ્સ દ્વારા આજે રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેના દ્વારા 'મહાવતાર પરશુરામ'નું પ્રથમ પોસ્ટર રિલીઝ કરાયું છે. આ પોસ્ટર હિન્દી અને અંગ્રેજી ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે આ ફિલ્મ પાન ઈન્ડિયા સ્તરે રિલીઝ થશે. પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે, "જ્યારે ધર્મનું પતન થાય છે, ત્યારે પરશુ (ફરસો) ઉઠે છે. મહાવતાર સિનેમેટિક યુનિવર્સની આગામી રજૂઆત હાજર છે." આ ઉપરાંત નિર્માતાઓએ એક ભવ્ય ટીઝર પણ રજૂ કર્યું છે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

ફિલ્મના પોસ્ટર પર આગળ લખ્યું છે, "કોઈ શાસક નહીં, પરંતુ અધર્મ વિરુદ્ધ એક એવી શક્તિ; જે યુગો સુધી સંતુલન સ્થાપિત કરે છે. તમને પરશુરામ જયંતિની હાર્દિક શુભેચ્છાઓ". નિર્માતાઓ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, આ ફિલ્મ ડિસેમ્બર 2027માં રિલીઝ થશે. જોકે, ચોક્કસ તારીખ અંગેની વિગતો હજુ શેર કરવામાં આવી નથી.