મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'તમે આ ગાળો જાતે કમાઈ છે', Gen Z પર ટિપ્પણી બદલ કંગના રનૌત પર ભડક્યો વિશાલ દદલાની

દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન અને આજની યુ

'તમે આ ગાળો જાતે કમાઈ છે', Gen Z પર ટિપ્પણી બદલ કંગના રનૌત પર ભડક્યો વિશાલ દદલાની
આ સમાચાર સાંભળો

દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન અને આજની યુવા પેઢી (Gen Z) પર બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પ્રદર્શન કરી રહેલા યુવાનોની ભાષા સામે વાંધો ઉઠાવી તેમને અસભ્ય ગણાવ્યા હતા. આ મામલે જાણીતા સંગીતકાર અને ગાયક વિશાલ દદલાની કંગનાનો વિરોધ કર્યો છે. વિશાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કંગનાને સણસણતો જવાબ આપ્યો છે, જેમાં તેણે આંદોલનકારી યુવાનો પર થયેલા લાઠીચાર્જ અને હિંસાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.

વિશાલ દદલાનીએ કહ્યું: 'તમે ગાળો જાતે કમાઈ છે'

વિશાલ દદલાનીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કંગના પર આકરા પ્રહારો કરતા લખ્યું, 'ખરાબ ભાષા!? તમે રસ્તા પર ઉતરેલા બાળકોને માર માર્યો, તેમના પર પથ્થર ફેંક્યા અને તેમને જ દોષિત ઠેરવતા રહ્યા! તેમના પર ગોળીઓ ચલાવી, ટીયર ગેસના શેલ છોડ્યા અને તેમના ચહેરા પર પેલેટ ગન ચલાવી. તમારા ભાડાના ગુંડાઓ હજુ પણ ફરીને તેમને ધમકાવી રહ્યા છે અને પીટી રહ્યા છે! આ ગાળો તમે જાતે જ કમાઈ છે, મારા દોસ્ત.' આ સાથે વિશાલ દદલાનીએ વધુમાં કહ્યું કે, 'પેઇડ સ્ટોરી કેમ્પેઇન અને ઇન્ફ્લુએન્સર કેમ્પેઇન ચલાવવાથી તમે વધુ દયાજનક લાગો છો.'

નેટિઝન્સે કર્યો વિશાલ દદલાનીનો સપોર્ટ

વિશાલ દદલાનીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે અને તેને લોકોનો મોટો સપોર્ટ મળી રહ્યો છે. યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે, 'કંગનાને આવો જ જવાબ આપવાની જરૂર હતી.' અન્ય એક યુઝરે લખ્યું કે, 'જો કોઈને જાણવું હોય કે ઢોંગ (હાઇપોક્રીસી) શું છે તો તેમણે કંગના રનૌતને સાંભળવી જોઈએ.' લોકો વિશાલ દદલાનીની આ નીડરતાના વખાણ કરી રહ્યા છે.

કંગનાએ Gen Zને ગણાવી 'જેનરેશન ગટર'

ઉલ્લેખનીય છે કે કંગના રનૌતે જંતર-મંતર પ્રોટેસ્ટની રીલ્સ જોઈને સોશિયલ મીડિયા પર ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, 'મેં મારી જિંદગીમાં એક સાથે આટલી બધી ભદ્દી વસ્તુઓ ક્યારેય નથી જોઈ. Gen Z પ્રોટેસ્ટની આ રીલ્સ જોઈને ઉલટી આવે છે. તેઓ જે રીતે વાતો કરે છે અને જે ભાષાનો ઉપયોગ કરે છે તે ખૂબ જ અજીબ છે.' કંગનાએ યુવાનોને 'કોકરોચ' અને 'જેનરેશન ગટર' કહીને સંબોધ્યા હતા અને દાવો કર્યો હતો કે આ પેઢી પાસે સિસ્ટમ કે સમાજને આપવા માટે કંઈ જ નથી.

આ સમાચાર શેર કરો