Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 'Virushka' seen together for the first time after LizLaz controversy! Virat and Anushka reach Vrindavan

VIDEO: Virat Kohli અને Anushka Sharma પહોંચ્યા વૃંદાવન, LizLaz વિવાદ બાદ પહેલીવાર સાથે દેખાયા 'વિરુષ્કા'!

Timeછેલ્લું અપડેટ : 20 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વિરાટ કોહલી અને બોલિવૂડ ક્વીન અનુષ્કા શર્મા હાલમાં ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા છે. IPL 2026 ના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે રન-મશીન વિરાટ કોહલી થોડો સમય કાઢીને પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યા છે. અહીં તેમણે શ્રી હિત રાધા કેલી કુંજ ખાતે પરમ પૂજ્ય પ્રેમાનંદ જી મહારાજના આશીર્વાદ લીધા હતા.

App Store

Virat Kohli Vrindavan visit 

મહત્ત્વની વાત એ છે કે, તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચાલેલી કેટલીક ચર્ચાઓ અને વિવાદો બાદ આ કપલ ફરી એકવાર સાથે જોવા મળ્યું છે, જે તેમના ફેન્સ માટે રાહતના સમાચાર છે. જેઓ આ બાબતથી અજાણ છે તેમના માટે જણાવી દઈએ કે, આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો કે કોહલીએ લિઝલાઝની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લાઈક કરી હતી.

આ બાબત ટૂંક સમયમાં જ ચર્ચાનો વિષય બની ગઈ અને અંતે લિઝલાઝે ક્રિકેટર દ્વારા તેની તસવીર લાઈક કરવા અને પછી અનલાઈક કરવા પર મૌન તોડ્યું. તેણે એક મિડિયા હાઉસને જણાવ્યું, "મને ખરેખર તેના માટે થોડું દુઃખ થયું. તેણે ફોટો લાઈક કર્યો તેથી હું ઘણી ખુશ હતી, પણ પછી તેણે અનલાઈક કર્યો, એટલે મને તેના માટે થોડું ખરાબ લાગ્યું કારણ કે મને ખબર નથી કે આટલી મોટી વાત કેવી રીતે બની ગઈ. લોકોનું ધ્યાન કેવી રીતે ગયું, તેને સમાચાર કેવી રીતે બનાવી દીધા... કદાચ તેની પાછળ તેનો આવો કોઈ ઈરાદો નહીં હોય, છતાં હું તે બદલ આભારી છું અને તેની કદર કરું છું."