વિક્રાંત મેસી ફિલ્મના સેટ પર થયો ગુસ્સે, રઘુ રામ સાથેની લડાઈનો વીડિયો થયો વાયરલ
બોલિવૂડના લોકપ્રિય અભિનેતા વિક્રાંત મેસીએ પોતાના અભિનયથી

બોલિવૂડના લોકપ્રિય અભિનેતા વિક્રાંત મેસીએ પોતાના અભિનયથી ફેન્સનું દિલ જીતી લીધું છે. તેના સમાચાર પણ એવા જ આવતા હોય કે, કોઈ ફિલ્મમાં તેનું કામ શાનદાર હતું તો તેની આગામી ફિલ્મ કેવી હશે. પરંતુ આ વખતે વિક્રાંત મેસીને લઈને એક અલગ જ સમાચાર સામે આવ્યા છે, વિક્રાંત અને ભૂતપૂર્વ ટીવી હોસ્ટ રઘુ રામ વચ્ચે થયેલા એક ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
વિક્રાંત મેસીની અપકમિંગ ફિલ્મ 'ફિર આયી હસીન દિલરૂબા' માટે તે ચર્ચામાં છે. પરંતુ આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ટીવી હોસ્ટ રઘુ રામ સાથે ઝઘડો કરી રહ્યો છે. ચાલો તમને એ વીડિયો બતાવીએ અને જણાવીએ કે મામલો શું છે?
વિક્રાંત મેસી અને રઘુ રામના ઝઘડાનો વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ક્લિપમાં વિક્રાંત ગુસ્સામાં જોવા મળી રહ્યો છે અને તેણે અર્જુન નામના વ્યક્તિને કહ્યું કે, જો તે આવી રીતે બકવાસ કરતો રહેશે તો તે છોડીને જતો રહેશે. આના પર રઘુ રામે કહ્યું, 'ઓહ તારું કાયમ નથી ચાલવાનું. સમજ્યો. મારે જે કહેવું છે તે હું કહીશ. સાંભળવું હોય તો સાંભળ નહીંતર તો ઘરે જતો રહે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રઘુ રામના જવાબમાં વિક્રાંત કહે છે, 'તું શું સમજે છે પોતાને? આજે હું અહીં છું તો તું છે. આ સાંભળીને રઘુરામે ગુસ્સામાં પોતાના હાથમાં પકડેલી બોટલ ફેંકી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. આના પર વિક્રાંત કહેતો જોવા મળે છે, 'તે આવો જ છે પાગલ.'
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અભિનેતા વિજય રાજનો પણ આવો જ એક વીડિયો સામે આવ્યો હતો. તે વીડિયો વાયરલ થયો હતો અને બાદમાં ખબર પડી હતી કે તે શૂટનો એક ભાગ હતો. હવે ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, આ વીડિયો પણ કંઈક આવો જ હોઈ શકે છે. જોકે, આ અંગે વિક્રાંત મેસી કે રઘુ રામ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.






