VIDEO/ નીતુ કપૂર અને રણબીરનો અનોખો અંદાજ: 'દાદી કી શાદી' ના ગીત પર મા-દીકરાએ સ્ટુડિયો બહાર લગાવ્યા ઠુમકા
સોર્સ : GSTV
બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી નીતુ કપૂર તાજેતરમાં મુંબઈના અંધેરી વિસ્તારમાં જોવા મળ્યા હતા. તેઓ તેમના પુત્ર રણબીર કપૂર સાથે એક ફિલ્મ સ્ટુડિયોની બહાર સ્પોટ થયા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન મા-દીકરાની જોડીએ પાપારાઝી સામે તેમની આગામી ફિલ્મ ‘દાદી કી શાદી’ના ગીત પર ડાન્સ કર્યો હતો.
બ્લુ પોલ્કા ડોટ શર્ટ અને બ્લેઝરમાં નીતુ કપૂર ખૂબ જ સ્ટાઇલિશ લાગતા હતા. ઉલ્લેખનીય છે કે, નીતુ કપૂર હાલમાં તેમની આગામી ફિલ્મ 'દાદી કી શાદી' ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 8 મે, 2026 ના રોજ રિલીઝ થવાની છે. રણબીર કપૂર પણ તેની માતાને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો.

