Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Vicky Kaushal to play the role of Parashuram in Mahaavatar, he leave to eat meat and alcohol for the role

'મહાવતાર'માં પરશુરામની ભૂમિકા ભજવશે વિક્કી કૌશલ, રોલ માટે છોડશે માંસાહાર અને દારૂ

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
'મહાવતાર'માં પરશુરામની ભૂમિકા ભજવશે વિક્કી કૌશલ, રોલ માટે છોડશે માંસાહાર અને દારૂ
સોર્સ : GSTV

વિક્કી કૌશલે પોતાની ઘણી ફિલ્મોમાં તેના અભિનય કુશળતાની છાપ છોડી છે. ખાસ કરીને છાવા, સેમ બહાદુર, સરદાર ઉધમ સિંહ જેવા પાત્રો ભજવીને વિક્કીએ સાબિત કર્યું છે કે તે આઈકોનિક કેરેક્ટર પ્લે કરવાની બાબતે શાનદાર એક્ટિંગ કરી શકે છે. તે હંમેશાથી પોતાની એક્ટિંગને કારણે ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે તેની આગામી ફિલ્મ 'મહાવતાર' આવવાની છે. જેમાં તે ભગવાન પરશુરામ જેવા મોટા આઈકોનિક પાત્રની ભૂમિકા ભજવશે.

App Store

આ રોલ માટે છોડશે માંસાહાર અને દારૂ

'મહાવતાર'ની તૈયારીના ભાગ રુપે વિક્કીએ માંસાહાર તથા દારુ છોડી દેવાનું નક્કી કર્યુું છે. જણાવી દઈએ કે, 'સ્ત્રી' તથા 'થામા' સહિતની ફિલ્મોના નિર્માતા દિનેશ વિજન આ ફિલમનું નિર્માણ કરી રહ્યા છે. અમર કૌશિક તેનું દિગ્દર્શન કરશે. 

ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે શરુ થશે

બોલીવૂડમાં પૌરાણિક પાત્રો ભજવતી વખતે માંસાહાર કે દારુનું સેવન ના કરવાનો ચીલો પડયો છે. અગાઉ રણબીર કપૂરે પણ 'રામાયણ' ફિલ્મમાં ભગવાન શ્રી રામના પાત્રને ભજવવા દરમિયાન માંસાહારનો ત્યાગ કર્યો હતો. આ પહેલા રામાયણ તથા મહાભારત સીરિયલોના શૂટિંગ વખતે પણ અનેક કલાકારોએ પોતાના ખાનપાનમાં ફેરફારો કર્યા હતા. વિક્કીની આ ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે શરુ થશે. મોટાભાગે 2028માં આ ફિલ્મ રીલિઝ કરવામાં આવશે.