Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Vicky Kaushal graced Shailesh Lodha's daughter's wedding, gave a warm welcome to Janaiyas

VIDEO: 'શૈલેશ લોઢા'ની દીકરીના લગ્નમાં વિક્કી કૌશલ છવાયો, જાનૈયાઓનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ અભિનેતા શૈલેશ લોઢાએ તાજેતરમાં તેમની દીકરી સ્વરા લોઢાના લગ્નની ઉજવણી કરી હતી. જોધપુરના ભવ્ય ઉમ્મેદ ભવન પેલેસમાં યોજાયેલા આ લગ્ન સમારોહને મીડિયાથી દૂર રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં સૌથી વધુ ધ્યાન વિક્કી કૌશલે ખેંચ્યું છે. શૈલેશ લોઢાના ખાસ મહેમાન તરીકે હાજર રહેલા વિક્કી કૌશલે જાનૈયાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

App Store

વાયરલ વીડિયોમાં વિક્કી સફેદ શેરવાની જૅકેટ અને કાળા ટ્રાઉઝરમાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળે છે. શૈલેશ લોઢા તેમનું આત્મીય સ્વાગત કરતા અને પરિવારના સભ્યો તેમજ મહેમાનો સાથે પરિચય કરાવતા જોવા મળે છે. વીડિયોમાં વિક્કી કૌશલ શૈલેશ લોઢાની પાઘડી સરખી કરતા, બારાતીઓનું સ્વાગત કરતા, દુલ્હનને શુભેચ્છા આપવા ગળે મળતા અને લગ્નની ઉજવણીમાં આનંદ માણતા જોવા મળે છે. દુલ્હા-દુલ્હનની વરમાળા વિધિના દૃશ્યો પણ આ વીડિયોના સૌથી આકર્ષક પળોમાં સામેલ છે.