VIDEO / 'ઉદિતની પપ્પી તો નથી...', KISS વિવાદ પર સિંગરની પ્રતિક્રિયા વાયરલ, કહ્યું- 'આ એક સંયોગ...'
સિંગિંગની દુનિયાના બાદશાહ ઉદિત નારાયણ હંમેશા પોતાના સુરીલા અવાજ માટે સમાચારમાં રહે છે પરંતુ થોડા સમય પહેલા તેમનો એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો. વીડિયોમાં, ગાયક એક મહિલા ફેન સાથે લિપ-લોક કરતા જોવા મળ્યા હતા. આ પછી, ઉદિત નારાયણને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા.
જાન્યુઆરી મહિનામાં ઉદિત નારાયણનો વીડિયો વાયરલ થતાં જ તેઓ વિવાદોમાં ઘેરાઈ ગયા. ફરાહ ખાન સહિત ઘણા સેલેબ્સે સિંગરના કિસવિવાદ પર પ્રતિક્રિયા આપી હતી. હવે ફરી એકવાર ઉદિતે આ કિસ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.
ઉદિતે કિસ વિવાદ પર વાત કરી
ગઈકાલે સાંજે ઉદિત નારાયણ આગામી ફિલ્મ 'પિન્ટુ કી પપ્પી' ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમની સાથે પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પણ હાજર હતો. આ ઈવેન્ટમાંસિંગરે તેના કિસ વિવાદ પર પ્રતિક્રિયા આપી. હસતાં હસતાં તેમણે કહ્યું, ફિલ્મનું ટાઈટલ સુંદર છે- 'પિન્ટુ કી પપ્પી' ક્યાંક 'ઉદિત કી પપ્પી' તો નથી." વધુમાં, કિસિંગ વીડિયો વિવાદ વિશે વાત કરતા ઉદિતે કહ્યું, "આ પણ એક સંયોગ છે કે ફિલ્મ અત્યારે જ રિલીઝ થઈ રહી છે. મારો જે વિડીયો તમે અત્યારે જોઈ રહ્યા છો તે ઓસ્ટ્રેલિયાનો છે, જે 2 વર્ષ પહેલાનો છે."
આ વર્ષે જાન્યુઆરીમાં, ઉદિત નારાયણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો. તેઓ પોતાના કોન્સર્ટમાં 'ટિપ ટિપ બરસા પાની' ગીત ગાઈ રહ્યા હતા ત્યારે એક મહિલા ફેન તેમની સાથે સેલ્ફી લેવા આવી અને તેમના ગાલ પર કિસ કરી. આ પછી, ઉદિતે મહિલા ફેનના હોઠ પર કિસ કરી હતી. આ વીડિયો રિલીઝ થયા પછી, તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો. જોકે, વિવાદ પછી તરત જ, સિંગરે કહ્યું કે, તે તેમના ફેન પ્રત્યેનો પ્રેમ અને સ્નેહ હતો.

