Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : TV Queen Divyanka Tripathi's house was filled with joy as she gave birth to twin boys

VIDEO: ટીવી ક્વીન Divyanka Tripathiના ઘરે ગૂંજી કિલકારી, પોસ્ટ શેર કરી કહ્યું," મેરે કરન-અર્જુન આ ગયે!"

Timeછેલ્લું અપડેટ : 26 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો છે અને સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા લખ્યું છે કે તેના 'કરણ-અર્જુન' આવી ગયા છે. દિવ્યાંકા અને વિવેક દહિયા લગ્નના ૧૦ વર્ષ બાદ માતા-પિતા બન્યા છે, જેને પગલે હાલ તેમની ખુશીનો કોઈ પાર નથી.

App Store

41 વર્ષની ઉંમરે 2 દીકરાઓની માતા બની દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠીને માતા બનવાનું સુખ ૪૧ વર્ષની ઉંમરે મળ્યું છે અને હવે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ ગઈ છે. દિવ્યાંકા અને વિવેકે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં બે બેબી બોયઝના આઇકોન સાથે લખ્યું હતું, 'અમે ભગવાન પાસે ખુશીઓ માંગી, તેમણે કહ્યું- ડબલ લો અને અમને બે જોડિયા દીકરા આપ્યા.' દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ તાજેતરમાં જ મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર કરી હતી, અને થોડા અઠવાડિયા પહેલા જ તેમની બેબી શાવર સેરેમની થઈ હતી.

'મેરે કરણ-અર્જુન આ ગયે'

આ સાથે કપલે કેપ્શનમાં લખ્યું, 'આખરે પ્રતીક્ષાનો અંત આવ્યો છે. 'ધ બોયઝ' આવી ગયા છે અને જિંદગી પહેલા કરતા વધુ સુંદર લાગી રહી છે. મેરે કરણ અર્જુન આ ગયે. દિવ (દિવ્યાંકા) અને હું માતા-પિતા બનવાના આ નવા અને અદ્ભુત પ્રકરણની શરૂઆત કરી રહ્યા છીએ, તેથી અમને તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.'

દિવ્યાંકાની પ્રેગ્નન્સી પર વિવેક દહિયાનું આવું હતું રિએક્શન

આ પહેલા, એક ઇન્ટરવ્યુમાં વિવેક દહિયાએ જણાવ્યું હતું કે જ્યારે તેને પત્ની દિવ્યાંકા ત્રિપાઠીની પ્રેગ્નન્સી વિશે ખબર પડી ત્યારે તેનું પહેલું રિએક્શન કેવું હતું. તે બોલ્યો હતો, 'સાચું કહું તો, મારું પહેલું રિએક્શન બહુ એક્સાઇટેડ નહોતું. હું ખરેખર ઘબરાઈ ગયો હતો અને થોડો સ્ટ્રેસ અનુભવી રહ્યો હતો. જ્યારે દિવ્યાંકાએ મને પહેલીવાર આ ન્યૂઝ આપ્યા, ત્યારે મને અચાનક અહેસાસ થયો કે એક બહુ મોટી જવાબદારી શરૂ થવા જઈ રહી છે. આ અહેસાસ આગામી થોડા દિવસોમાં ધીમે-ધીમે સમજાયો. પછી મને સમજાયું કે આ એક પ્રોસેસ છે, અને દરેક વ્યક્તિ અલગ રીતે રિએક્ટ કરે છે. એનો અર્થ એ નહોતો કે હું ખુશ નહોતો, કારણ કે દિલથી આ એક એવી વસ્તુ હતી જે દિવ્યાંકા અને હું હંમેશાથી ઈચ્છતા હતા. આ એક સુંદર તબક્કો છે, પરંતુ મને હંમેશા યાદ રહેશે કે મારી પહેલી પ્રતિક્રિયા ગભરામણની હતી.'