VIDEO: ટીવી એક્ટર જુહુ બીચ પર નીકળ્યો પત્ની શોધવા! જાણો શું છે આ 'બ્રાઈડ હન્ટ' પાછળનું કારણ
સોર્સ : GSTV
ટીવીના લોકપ્રિય અભિનેતા પ્રવિષ્ટ મિશ્રા હાલમાં કંઈક અલગ જ કારણોસર ચર્ચામાં છે! મુંબઈના જુહુ બીચ પર પ્રવિષ્ટ મિશ્રા પોતાની દુલ્હન શોધવાના એક ખાસ મિશન પર જોવા મળ્યો હતો. જોકે, ચાહકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ એક મનોરંજક અને ફની સેગમેન્ટનો ભાગ હતો. 'બ્રાઈડ હન્ટ'ના આ મિશન દરમિયાન પ્રવિષ્ટ રમતિયાળ અંદાજમાં લોકો સાથે વાતચીત કરતા અને મસ્તી કરતો કેમેરામાં કેદ થયો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ ફેન્સ પૂછી રહ્યા છે કે, 'શું આખરે પ્રવિષ્ટને તેની સપનાની રાણી મળી જશે?' જુહુના કિનારે પ્રવિષ્ટનો આ અનોખો અંદાજ અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે!

