Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Trailer of 'Baahubali - The Epic' released, Mahishmati's reign will be seen again

Video/ 'બાહુબલી - ધ એપિક' ફિલ્મનું ટ્રેલર રિલીઝ, ફરી જોવા મળશે માહિષ્મતીની દુનિયા

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : T- Series

બાહુબલી ફિલ્મ ફરી એકવાર થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ આ વખતે આ ફિલ્મ નવા અંદાજમાં રિલીઝ થશે. 31 ઓક્ટોબરે સિનેમાઘરોમાં દસ્તક આપનારી આ ફિલ્મનું નામ હશે 'બાહુબલી ધ એપિક'. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે.

App Store

ભારતીય સિનેમાના ઇતિહાસમાં માઈલસ્ટોન સાબિત થયેલી ફિલ્મ 'બાહુબલી'ને તાજેતરમાં 10 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ અવસરે, દિગ્દર્શક એસ એસ રાજમૌલી ચાહકોને એક શાનદાર આશ્ચર્ય આપવા જઈ રહ્યા છે. આ ફિલ્મના પહેલા અને બીજા ભાગના હાઈપોઈન્ટ્સને જોડીને 'બાહુબલી ધ એપિક' બનાવવામાં આવી છે અને આ ફિલ્મ 31 ઓક્ટોબર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલાં, નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર તેનું શક્તિશાળી ટ્રેલર જાહેર કર્યું છે, જેણે દર્શકોને ફરીથી માહિષ્મતીની દુનિયામાં ખેંચી લીધા છે.

'બાહુબલી ધ એપિક'નું ટ્રેલર દર્શકોને અમરેન્દ્ર બાહુબલી (પ્રભાસ), ભલ્લાલદેવ (રાણા દગ્ગુબાતી), શિવગામી (રમ્યા કૃષ્ણન), કટપ્પા (સત્યરાજ), દેવસેના (અનુષ્કા શેટ્ટી) અને અન્ય મુખ્ય પાત્રો સાથે ફરીથી મુલાકાત કરાવે છે. આ ટ્રેલર ફ્રેન્ચાઈઝીના પહેલા ભાગ 'બાહુબલી: ધ બિગિનિંગ' અને બીજા ભાગ 'બાહુબલી: ધ કન્ક્લૂઝન'ની મુખ્ય ઘટનાઓને ખૂબ જ સરળતાથી જોડે છે.

જાણો ક્યારે આવશે બાહુબલી 3 

જ્યારે બાહુબલીના નિર્માતા શોબુ યારલગડ્ડાને એક ઈન્ટરવ્યૂમાં 'બાહુબલી 3'ની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ચાહકોને સ્પષ્ટ જવાબ આપ્યો કે ના, 'બાહુબલી 3' હમણા નહીં આવે.  'બાહુબલી 3' માટે હજુ ઘણું કામ બાકી છે. બાહુબલી 1 અને 2ની વાત કરીએ તો, આ ફિલ્મોએ પ્રભાસ સાથે રાણા દગ્ગુબાતી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રમ્યા કૃષ્ણન, સત્યરાજ અને નાસર જેવા કલાકારોનું જીવન પણ બદલી નાખ્યું હતું. 31 ઓક્ટોબરે આ મહાગાથાને નવા અંદાજમાં જોવું ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું નહીં હોય.