TOXIC Teaser Out: ટીઝરમાં જોવા મળ્યો Yashનો ખતરનાક અંદાજ! KGFના રોકી ભાઈને પણ ભૂલી જશો
યશ, કિયારા અડવાણી અને લાંબી સ્ટારકાસ્ટથી સજ્જ

યશ, કિયારા અડવાણી અને લાંબી સ્ટારકાસ્ટથી સજ્જ ફિલ્મ 'ટોક્સિક' તેના દમદાર ટાઈટલ ઇન્ટ્રો વીડિયો બાદથી જ ચર્ચામાં છે. હવે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને ફેન્સ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ડાયરેક્ટર ગીતુ મોહનદાસે અગાઉ જ 20 ફેબ્રુઆરીએ ટીઝર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી, ત્યારથી ફેન્સ ખુશીથી પાગલ થઈ રહ્યા હતા. ટીઝર જોયા પછી ફિલ્મ માટેનો ઉત્સાહ ચરમસીમાએ છે. આ ફિલ્મ રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' સાથે ટકરાશે.
ગીતુ મોહનદાસે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર યશની તસવીરવાળું પોસ્ટર શેર કરીને ટીઝર રિલીઝની તારીખ જાહેર કરી હતી. કેપ્શનમાં લખ્યું હતું, 'સવારે 9:35 | 20.02.2026 #ToxicTeaser #Toxic 19-03-2026 થી વિશ્વભરના સિનેમાઘરોમાં.' ફેન્સે ફાયર ઈમોજી સાથે પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. તેઓ આ અપડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, 'ટોક્સિક'નું થિયેટ્રિકલ ટ્રેલર માર્ચના પ્રથમ સપ્તાહમાં રિલીઝ થવાની શક્યતા છે, જોકે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.




