Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : This is what I say when I meet King Khan!

શાહરૂખના ફેન બન્યા બિગ બી! કિંગ ખાનને મળું છું ત્યારે આ જ વાત કહું છું!

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
શાહરૂખના ફેન બન્યા બિગ બી! કિંગ ખાનને મળું છું ત્યારે આ જ વાત કહું છું!
સોર્સ : gstv

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન આ દિવસોમાં ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 18મી સીઝનને હોસ્ટ કરી રહ્યા છે. શો દરમિયાન બિગ બીએ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને વર્ષ 2004માં આવેલી તેમની ફિલ્મ ‘સ્વદેશ’માં તેમના દમદાર પરફોર્મન્સના ભૂરપૂર વખાણ કર્યા હતા. અમિતાભ બચ્ચને કહ્યું કે ફિલ્મમાં શાહરૂખ ખાને ઉત્કૃષ્ટ એક્ટિંગ કરી હતી.

App Store

કેબીસીના સ્ટેજ પર સ્પર્ધક બબલૂ કુમાર પંડિત સાથે ગેમ રમતી વખતે શાહરૂખ ખાન સાથે જોડાયેલો એક સવાલ સામે આવ્યો હતો. આ દરમિયાન અમિતાભ બચ્ચને થોડી ક્ષણો રોકાઈને ‘સ્વદેશ’માં શાહરૂખના આઇકોનિક પાત્ર અને તેમની એક્ટિંગની ખુલ્લા મનથી પ્રશંસા કરી હતી.

અમિતાભ બચ્ચને કહ્યું, ‘મારું એવું માનવું છે કે શાહરૂખે ફિલ્મ ‘સ્વદેશ’માં જે અભિનય કર્યો હતો, તે એકદમ ઉત્તમ હતો. જ્યારે પણ હું તેમને મળું છું, ત્યારે ઘણી વાર તેમને આ જ વાત કહું છું.’

‘સ્વદેશ’માં શું હતો શાહરૂખ ખાનનો રોલ?

સવાલ સાથે જોડાયેલા શાહરૂખ ખાનના ત્રણેય પાત્રો વિશે સમજાવતા બિગ બીએ આગળ કહ્યું, ‘સ્વદેશ’માં શાહરૂખે નાસાના વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી હતી, ‘ચક દે ઇન્ડિયા’માં તેઓ હોકી કોચ બન્યા હતા અને ‘વીર-ઝારા’માં તેમણે ભારતીય વાયુસેનાના પાઇલટનો રોલ ભજવ્યો હતો.’

શું છે ‘સ્વદેશ’ ફિલ્મની વાર્તા?

વર્ષ 2004માં રિલીઝ થયેલી આશુતોષ ગોવારીકરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘સ્વદેશ’માં શાહરૂખ ખાન સાથે એક્ટ્રેસ ગાયત્રી જોશીએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. નાસાના વૈજ્ઞાનિક મોહન ભાર્ગવની પોતાના દેશ અને મૂળ તરફ પાછા ફરવાની આ વાર્તાને દર્શકો અને સમીક્ષકોએ ખૂબ વખાણી હતી. ભલે આ મૂવી બોક્સ ઓફિસ પર કમાલ ન કરી શકી હોય, પરંતુ તેમને બેસ્ટ એક્ટરના ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

24 કલાક સતત કામ કરી રહ્યા છે અમિતાભ બચ્ચન

જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પણ સતત કામ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે પોતે જાવ્યું હતું કે કેવી રીતે તેઓ સતત 24 કલાક પોતાના કામમાં વ્યસ્ત રહ્યા, જેમાં ‘કેબીસી 18’નું શૂટિંગ પણ સામેલ હતું. છેલ્લી વાર બિગ બી ‘કલ્કી 2898 એડી’માં જોવા મળ્યા હતા, જેમાં તેમણે અશ્વત્થામાનો રોલ ભજવીને વાહવાહી લૂંટી હતી. કમલ હાસન અને પ્રભાસ પણ આ મૂવીનો હિસ્સો હતા.

ટોપિક્સ:GSTV NewsGujarati News