Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : This Bollywood actress made her entry in Rajinikanth's film 'Jailer 2'

રજનીકાંતની ફિલ્મ 'જેલર 2'માં થઈ આ બોલિવૂડ એક્ટ્રેસની એન્ટ્રી, જાણો ક્યારે રિલીઝ થશે આ સિક્વલ

Timeછેલ્લું અપડેટ : 14 Dec 2025
લાઇવ ટીવીGoogle News
રજનીકાંતની ફિલ્મ 'જેલર 2'માં થઈ આ બોલિવૂડ એક્ટ્રેસની એન્ટ્રી, જાણો ક્યારે રિલીઝ થશે આ સિક્વલ
સોર્સ : GSTV

રજનીકાંત સ્ટારર 'જેલર' બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ રહી હતી, જેણે વિશ્વભરમાં અંદાજે 605-650 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કોલીવુડની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મોમાંની એક બની ગઈ છે. પ્રથમ ભાગની જબરદસ્ત સફળતા બાદ, મેકર્સ હવે 'જેલર 2' સાથે તેને આગલા લેવલ પર લઈ જવા માટે પૂરી રીતે તૈયાર છે.

App Store

'જેલર 2' માં જોવા મળશે આ બોલિવૂડ અભિનેત્રી

બીજા ભાગ માટે દર્શકો પહેલેથી જ ઉત્સાહિત છે, ત્યારે મેકર્સે વધુ એક અપડેટ આપીને આ ઉત્તેજના બમણી કરી દીધી છે. આ અપડેટ ફિલ્મમાં બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલનની એન્ટ્રી વિશે છે. વિદ્યા બાલન સત્તાવાર રીતે ફિલ્મની સ્ટારકાસ્ટમાં સામેલ થઈ ગઈ છે, જેનાથી સિક્વલમાં નવો વળાંક આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિદ્યા બાલને તાજેતરમાં જ 'જેલર 2' સાઈન કરી છે અને તે સ્ક્રિપ્ટથી ઘણી પ્રભાવિત થઈ છે. તેમનું પાત્ર વાર્તા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે એક મજબૂત અને બહુપક્ષીય ભૂમિકા ભજવી રહી છે જે ફિલ્મમાં મોટો વળાંક લાવશે. તેમની હાજરી આ ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવશે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

મેકર્સ રજાઓના વીકેન્ડનો લાભ લેવા માટે 14 ઓગસ્ટ, 2026ના રોજ ભવ્ય થિયેટ્રિકલ રિલીઝનું આયોજન કરી રહ્યા છે. જોકે, આ અંગે હજુ ચર્ચાઓ ચાલી રહી છે. રસપ્રદ વાત એ છે કે 'જેલર'નો પ્રથમ ભાગ પણ ઓગસ્ટમાં જ રિલીઝ થયો હતો અને તેણે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા હતા.

મુખ્ય કલાકારો અને નિર્દેશન

નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત અને સન પિક્ચર્સ દ્વારા નિર્મિત 'જેલર 2' માં રજનીકાંત તેમના આઇકોનિક પાત્ર ટાઈગર મુથુવેલ પાંડિયન તરીકે પુનરાગમન કરશે. આ ફિલ્મમાં મોહનલાલ, શિવા રાજકુમાર, નંદમુરી બાલકૃષ્ણ અને મિથુન ચક્રવર્તીના કેમિયો એપીયરન્સ આ પ્રોજેક્ટને સાચા અર્થમાં પેન-ઈન્ડિયા અપીલ આપશે.