VIDEO: વર્ષોથી બોલિવૂડથી દૂર, છતાં બ્રાન્ડ વેલ્યુમાં આ એક્ટ્રેસે મારી બાજી! અમિતાભ બચ્ચન-રણવીરને પણ છોડ્યા પાછળ
સોમવારે ફોર્ચ્યુન ઈન્ડિયા-ઈન્ટરબ્રાન્ડે એક સ્ટડી શેર કરી, જેમાં માત્ર બોક્સ-ઓફિસ કલેક્શન કે એન્ડોર્સમેન્ટથી ક્યાંય વધુ કેટલાક પેરામીટર્સ માપદંડોના આધારે સૌથી પોપ્યુલર સેલિબ્રિટીની એક લિસ્ટ બનાવવામાં આવી.
બ્રાન્ડ વેલ્યુમાં રણવીર સિંહ-અમિતાભ બચ્ચનને પણ આપી મ્હાત
ભારતમાં કેટલાક સ્ટાર્સ પોતાની ફિલ્મોની સાથે-સાથે બ્રાન્ડને લઈને પણ ઓળખાય છે. પોતાના કરિયર દરમિયાન એક્ટર પોતે એક બ્રાન્ડ બની જાય છે. બોલિવૂડની એક એવી જ એક્ટ્રેસ છે, જે છેલ્લા સાત વર્ષથી થિયેટર પર જોવા નથી મળી, તેમ છતાં મજબૂતીથી ટકી રહી છે.
આ લિસ્ટમાં જે એક્ટ્રેસનું નામ સામેલ છે તેની છેલ્લા 7 વર્ષમાં એક પણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ નથી થઈ. આ એક્ટ્રેસ બીજી કોઈ નહીં પણ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા છે.
પ્રિયંકા ચોપરા લિસ્ટમાં ત્રીજા નંબરે
આ લિસ્ટમાં પ્રિયંકા ત્રીજા નંબરે છે. ફોર્ચ્યુન ઈન્ડિયા-ઈન્ટરબ્રાન્ડની લિસ્ટમાં નામ આવવું પ્રિયંકા માટે મોટી વાત છે. પ્રિયંકા, જેની બોલિવૂડમાં છેલ્લી ફિલ્મ 2019માં 'ધ સ્કાય ઈઝ પિંક' હતી, તે ટોપ 3માં જગ્યા બનાવનારી એકમાત્ર ફીમેલ એક્ટર છે.
ફોર્ચ્યુન ઈન્ડિયા-ઈન્ટરબ્રાન્ડની લિસ્ટમાં પહેલા નંબરે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી છે. ફોર્ચ્યુન ઈન્ડિયા-ઈન્ટરબ્રાન્ડની લિસ્ટમાં બીજા નંબરે બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન છે. રણવીર સિંહ આ લિસ્ટમાં 5માં નંબરે છે. આજકાલ રણવીર પોતાની ફિલ્મ 'ધુરંધર'ને લઈને ચર્ચામાં છે. અક્ષય કુમાર 6ઠ્ઠા નંબરે છે. અક્ષય ટૂંક સમયમાં જ 'વેલકમ ટુ ધ જંગલ'માં જોવા મળશે. અમિતાભ બચ્ચન 7મા નંબરે છે. આલિયા ભટ્ટ 9મા નંબરે છે, જ્યારે તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન 10મા નંબરે છે.

