રાહુલ રોયથી લઈને મુનવ્વર ફારૂકી સુધી, આ છે 'બિગ બોસ'ના અત્યાર સુધીના 17 વિજેતાઓ

સલમાન ખાનનો ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 18' આજે એટલે કે 19 જાન્યુઆરીએ બંધ થઈ જશે. શોનો ગ્રાન્ડ ફિનાલે રાત્રે 9:30 વાગ્યે છે, જેમાં સલમાન જાહેર કરશે કે દર્શકોએ આ વખતે શોના વિજેતા તરીકે કોને પસંદ કર્યા છે. રજત દલાલ, વિવિયન ડીસેના, કરણવીર મહેરા, અવિનાશ મિશ્રા, ચુમ દરાંગ અને ઈશા સિંહમાંથી કોઈ એક આ શોનો ખિતાબ જીતશે.
આ પણ વાંચો: શ્રદ્ધા મિશ્રાએ જીત્યો 'સા રે ગા મા પા'નો ખિતાબ, જીતેલી રકમથી કરાવશે પિતાની સારવાર
‘બિગ બોસ 18’ 6 ઓક્ટોબર 2024થી ટીવી પર ચાલી રહ્યો છે. લગભગ 15 અઠવાડિયા પછી, આ શોને તેનો વિજેતા મળવા જઈ રહ્યો છે. આ સિઝન 18 સ્પર્ધકોથી શરૂ થઈ હતી, જેમાંથી 6 સ્પર્ધકોએ ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. હવે એ જોવું રસપ્રદ રહેશે કે સલમાનના શોનો ખિતાબ કોણ જીતે છે. પરંતુ તે પહેલાં ચાલો જાણીએ કે અત્યાર સુધી કયા સ્ટાર્સે આ શોની ટ્રોફી જીતી છે. 'બિગ બોસ'ના અત્યાર સુધીના 17 વિજેતાઓની યાદી તમે નીચે જોઈ શકો છો.
અત્યાર સુધી બિગ બોસના વિજેતાઓ
- સિઝન 1 - રાહુલ રોય
- સિઝન 2 - આશુતોષ કૌશિક
- સિઝન 3 - વિંદુ દારા સિંહ
- સિઝન 4 - શ્વેતા તિવારી
- સિઝન 5 - જુહી પરમાર
- સિઝન 6 - ઉર્વશી ધોળકિયા
- સિઝન 7- ગૌહર ખાન
- સિઝન 8 - ગૌતમ ગુલાટી
- સિઝન 9 - પ્રિન્સ નરુલા
- સિઝન 10 - મનવીર ગુર્જર
- સિઝન 11 - શિલ્પા શિંદે
- સિઝન 12 - દીપિકા કક્કર
- સિઝન 13 - સિદ્ધાર્થ શુક્લા
- સિઝન 14- રૂબીના દિલૈક
- સિઝન 15- તેજસ્વી પ્રકાશ
- સિઝન 16- એમસી સ્ટેન
- સિઝન 17- મુનવ્વર ફારૂકી
'બિગ બોસ' ક્યારે શરૂ થયું?
'બિગ બોસ'ની પહેલી સિઝન 2007માં ટીવી પર આવી હતી. 'આશિકી' ફેમ બોલિવૂડ એક્ટર રાહુલ રોયે પહેલી સિઝન જીતી હતી. ટ્રોફી સાથે, તેને 1 કરોડ રૂપિયાની ઈનામી રકમ પણ મળી હતી. જોકે, સમય જતાં ઈનામની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો. હવે આ શો જીતનાર વ્યક્તિને 50 લાખ રૂપિયા મળે છે. સલમાન પહેલા અમિતાભ બચ્ચન, સંજય દત્ત, શિલ્પા શેટ્ટી અને અરશદ વારસી પણ આ શો હોસ્ટ કરી ચૂક્યા છે. સલમાન 2010માં તેની ચોથી સીઝનથી શોમાં જોડાયો હતો. ત્યારથી, તે હોસ્ટિંગ સંભાળી રહ્યો છે.

