VIDEO: પેરિસ ફેશન વીકમાં 52 વર્ષની ઐશ્વર્યા રાય બચ્ચનનો જાદુ! બ્લેક ગાઉનમાં રોયલ અંદાજ જોઈ ફેન્સ જોતા જ રહી ગયા
બચ્ચન પરિવારની એકમાત્ર વહુ ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર પોતાના લુકને લઈને ચર્ચામાં આવી છે. એક્ટ્રેસે તાજેતરમાં જ પેરિસ ફેશન વીક 2026માં હાજરી આપી હતી, જ્યાં તેનો ગ્લેમરસ અને રોયલ અંદાજ જોવા મળ્યો હતો. એફિલ ટાવર સામે આયોજિત આ ફેશન ઈવેન્ટમાં 52 વર્ષીય ઐશ્વર્યાએ રેમ્પ વોક કરીને અઢળક વાહવાહી લૂંટી હતી. સોશિયલ મીડિયા પર તેના અનેક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓ સાથે કરી રેમ્પ વોક
ઐશ્વર્યાએ કેન્ડલ જેનર, સિમોન એશ્લી, સેલીન ડીયોન અને ઈવા લોંગોરિયા જેવી જાણીતી હસ્તીઓ સાથે રેમ્પ વોક કર્યું હતું. 'લોરિયલ પેરિસ' ના આ ખાસ ઈવેન્ટમાં ઐશ્વર્યાએ પોતાના શાહી અંદાજ અને જબરદસ્ત કોન્ફિડન્સથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એફિલ ટાવર સામે રેમ્પ પર તેનો અંદાજ જોવા જેવો હતો. ઈવેન્ટમાંથી સામે આવેલી તસવીરો અને વીડિયોમાં ઐશ્વર્યાનો ગ્લેમરસ અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
કેવો હતો ઐશ્વર્યા રાય બચ્ચનનો લુક?
પેરિસ ફેશન વીક 2026 માં ઐશ્વર્યા રાય બચ્ચન અત્યંત સુંદર અને રોયલ અંદાજમાં નજરે પડી હતી. આ ખાસ પ્રસંગ માટે તેણે ડિઝાઈનર યારા શોમેકરનો કસ્ટમ-મેડ બ્લેક વેલ્વેટ ગાઉન પહેર્યો હતો, જેની પાછળ એક લાંબી અને ડ્રામેટિક કેપ જોડાયેલી હતી. કેપની કિનારીઓ પર લાગેલા ચમકદાર ક્રિસ્ટલ અને સ્ટોન્સ તેના આઉટફિટને શાનદાર રોયલ ટચ આપી રહ્યા હતા. ઐશ્વર્યાએ પોતાના લુકને ડીપ બરગંડી શેડના વેવી વાળ, બોલ્ડ રેડ લિપ્સ અને વિંગ્ડ આઈલાઈનર સાથે કમ્પ્લીટ કર્યો હતો. તો બીજી તરફ, માથા પર સજાવેલું જ્વેલ્ડ ટિયારા તેના આખા લુકની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું.
ચાહકો કરી રહ્યા છે ઐશ્વર્યા રાય બચ્ચનની પ્રશંસા
ઐશ્વર્યા રાય બચ્ચનના રેમ્પ વોકનો વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. ચાહકોને તેનો રોયલ લુક, ગ્રેસ અને કોન્ફિડન્સ ખૂબ જ ગમ્યો. યુઝર્સ તેના અંદાજની પ્રશંસા કરતા થાકતા નથી.
અનેક લોકોએ તેના શાનદાર વોક અને એલિગન્ટ સ્ટાઈલની પણ ખૂબ પ્રશંસા કરી હતી. ઐશ્વર્યા આ પહેલાં પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સહિત અનેક ઈન્ટરનેશનલ ફેશન ઈવેન્ટ્સમાં પોતાની સ્ટાઈલથી લોકોનું ધ્યાન ખેંચી ચૂકી છે.

