"Tere Ishk Mein" Teaser: આનંદ રાયની આ ફિલ્મમાં AR Rahmanનું સંગીત મળશે સાંભળવા!
આનંદ એલ રાયની ધનુષ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ 'Tere Ishk Mein'નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું. આ ફિલ્મ એઆર રહેમાનના સંગીત સાથે એક ભાવનાત્મક પ્રેમકથા હોવાનું આ ટ્રેલર પરથી ચર્ચા ચાલી રહ્યું છે અને નવેમ્બર 2025 માં વિશ્વભરમાં રિલીઝ થશે.
'Tere Ishk Mein' ફિલ્મનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું. ધનુષ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે, આ ફિલ્મમાં સિંગર એ.આર. રહેમાનનું ભાવનાત્મક સંગીત અને હિમાંશુ શર્મા અને નીરજ યાદવ દ્વારા લખાયેલ શબ્દો છે.
શું હશે સ્ટોરી?
આ ટીઝર ધનુષના પાત્ર "શંકર" અને કૃતિ સેનનની "મુક્તિ" વચ્ચેની કેમેસ્ટ્રીને કેદ કરે છે, જે ઉત્કટ, પીડા અને પ્રેમની અવિરત શોધથી ભરેલી વાર્તાને છતી કરે છે. આનંદ એલ રાય દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક એવી પ્રેમકથા છે જે વિનાશક અને મુક્તિદાયક બંને એંગલથી બતાવામાં આવેલ છે.
આ પ્રેમકથામાં ઈમોશનથી ભરપૂર પ્રેમને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં દિલ તૂટવાની પીડા પણ દર્શાવવામાં આવી છે. નિર્માતાઓએ પાત્રો, તેમના સંબંધો વિશે વધુ ખુલાસો ન કરવાની કાળજી રાખી છે.
ક્યારે થશે ફિલ્મ રિલીઝ?
આનંદ એલ રાયે ફિલ્મની થીમ વર્ણવતા કહ્યું, "(ઇશ્ક એટલે ફક્ત શરણાગતિ સ્વિકારવી, તમને સાજા કરવા, તમને નુકસાન પહોંચાડવા અને તમને બદલવા દેવા) વિશે છે." ગુલશન કુમાર, ટી-સિરીઝ અને કલર યલો દ્વારા પ્રસ્તુત અને આનંદ એલ રાય, હિમાંશુ શર્મા, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર દ્વારા નિર્મિત, 'Tere Ishk Mein' 28 નવેમ્બર, 2025 ના રોજ હિન્દી અને તમિલમાં વિશ્વભરમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

