Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Supreme Court order on Street Dog: Janhvi Kapoor and Varun Dhawan post Instastory

Street Dog પર સુપ્રીમનો આદેશ: જાહ્નવી કપૂર અને વરુણ ધવને પોસ્ટ કરી ઇન્સ્ટાસ્ટોરી 

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Street Dog પર સુપ્રીમનો આદેશ: જાહ્નવી કપૂર અને વરુણ ધવને પોસ્ટ કરી ઇન્સ્ટાસ્ટોરી 
સોર્સ : gstv

દિલ્હી NCRમાં રસ્તા પરના શ્વાનોના સંબંધમાં સુપ્રીમ કોર્ટના હાલના નિર્દેશ પર ઘણા લોકોએ આપત્તિ જતાવી છે. જેમાં જાહ્નવી કપૂર અને વરુણ ધવન પણ થયા સામેલ છે. અદાલતે નગર નિગમને શેરીના શ્વાનો માટે પર્યાપ્ત આશ્રય સ્થળ બનાવવા અને તેમને સાર્વજનિક સ્થાનોથી દૂર કરવા માટે મળીને કામ કરવા નિર્દેશ આપ્યો છે. આમ, કરવાનું તેમનું કારણ બાળકો અને નવજાતો પર રખડતા શ્વાનોના હુમલાથી રક્ષણ આપવાનું છે. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આ નિર્ણયનો ઉલંઘન કરનાર કોઇ પણ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

App Store

જાહ્નવી અને વરુણે ઈન્સ્ટા પર કહ્યું

હવે આ આદેશ પર જાહ્નવી અને વરુણ ધવને પોતાનું અસમર્થન દર્શાવ્યું છે. જાહ્વવી એક સમર્પિત પાલતુ પશુ પાલક છે, તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે કે, 'તેઓ આ પાલતુ શ્વાનને ખતરામાં ગણાવે છે, જ્યારે અમારા માટે તેઓ દિલની ધડકન છે. તેઓ માત્ર બિસ્કિટ ખાઇને દુકાનદારના ચોકીદાર બની જાય છે. તેઓ પોતાના જાણીતા ચેહારને જોઇને પોતાની પુંછડી પટપટાવતા હોય છે.' અભિનેત્રીએ આ મૂંગા શ્વાનોના સમર્થન માટે લોકોને પણ આગળ આવવાનું કહ્યું છે.

જ્યારે વરુણ ધવને પોતાની ઇન્સ્ટાસ્ટોરી પર આ યાચિકા પર ફરી વિચાર કરવાની વિનંતી કરી છે.