VIDEO: છૂટાછેડાની વાતો વચ્ચે સુનિતા આહૂજાના 5 વિવાદિત નિવેદનો, જેણે ગોવિંદાને મુક્યા મુશ્કેલીમાં!
બોલિવુડના ‘હીરો નંબર 1’ ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહૂજાનું દામ્પત્ય જીવન અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ સુનિતા પુત્ર યશવર્ધન સાથે ફેમિલી કોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગોવિંદા સાથેના છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો. પરંતુ સમયે-સમયે સુનિતાના બેબાક નિવેદનોએ તેમના સંબંધોને લઈને નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. ક્યારેક તેમણે ગોવિંદાના અફેરનો ઉલ્લેખ કર્યો તો ક્યારેક રમુજી અંદાજમાં તેમના પગમાં વાગેલી ગોળીને લઈને એવું નિવેદન આપ્યું, જેના પર ભારે વિવાદ થયો હતો. એટલું જ નહીં, ગોવિંદાની યુવા કો-સ્ટારને લઈને તો સુનિતાએ તેમને ‘સુગર ડેડી’ સુધી કહી દીધા હતા. અહીં જાણો સુનિતા આહૂજાના એ 5 નિવેદનો, જેણે સોશિયલ મીડિયાથી લઈને બોલીવુડ સુધી હલચલ મચાવી દીધી હતી.
દિલ પથ્થરનું હોવું જોઈએ
પોતાના વિવાહિત જીવનના અનુભવો શેર કરતાં સુનિતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કોઈ ફિલ્મ સ્ટારની પત્ની બનવું સરળ નથી હોતું. તેમનું કહેવું હતું કે એક્ટર શૂટિંગ દરમિયાન પોતાના પરિવાર કરતાં વધુ સમય કો-સ્ટાર્સ સાથે વિતાવે છે. આ જ અનુભવ વર્ણવતા તેમણે કહ્યું કે, એક હીરોની પત્ની બનવા માટે સ્ત્રી ખૂબ મજબૂત હોવી જોઈએ અને તેનું દિલ ‘પથ્થરનું’ હોવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે વિશ્વાસ અને માફી આપવાની ભાવનાએ જ તેમના સંબંધને લાંબા સમય સુધી ટકાવી રાખ્યો છે.
ગોવિંદાના જીવનમાં ઘણા અફેર રહ્યા
રિયાલિટી શો ‘લોક અપ: સચ યા સઝા’માં સુનિતાએ ગોવિંદાના અંગત જીવન પર ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે કહ્યું કે ગોવિંદાના જીવનમાં ઘણા અફેર્સ રહ્યા છે. સુનિતાના જણાવ્યા મુજબ, તે લાંબા સમયથી આ વાતો જાણતા હતા અને તેનું માનવું હતું કે પ્રેમમાં ઘણી બાબતો સહન કરવી પડે છે. તેમણે એ પણ કહ્યું કે ગોવિંદા એક સ્ટાર હતા, તેથી તેની આસપાસ આવી વસ્તુઓ બનતી હતી.
આવતા જન્મમાં ગોવિંદા જેવો પતિ નહીં, પણ પુત્ર જોઈએ
સુનિતાનું એક જૂનું નિવેદન પણ ખૂબ વાયરલ થયું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે તે આવતા જન્મમાં ગોવિંદા જેવા પતિ નહીં, પરંતુ તેમના જેવો પુત્ર ઈચ્છશે. તેમનું કહેવું હતું કે ગોવિંદા એક સારા પુત્ર અને પિતા છે, પરંતુ પતિ તરીકે તેમની સાથે ઘણું સહન કરવું પડ્યું છે. પાછળથી તેમણે એ પણ ઉમેર્યું કે પ્રેમ અને વિશ્વાસના કારણે તેમણે આ સંબંધ નિભાવ્યો. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે જવાનીની ભૂલોને તેમણે માફ તો કરી દીધી છે, પરંતુ ફરીથી તેમની પત્ની બનવાનું મંજૂર નથી.
પગમાં ગોળી વાગવા પર કટાક્ષ
ગોવિંદાથી ભૂલથી પોતાના જ પગમાં ગોળી વાગી જવાની ઘટના પર ચપટી લેતા સુનિતાએ વિવાદ ઊભો કર્યો હતો. તેમણે મજાકમાં કહ્યું હતું, "સાંભળો છો ચીચી... તો સાંભળી લેજો, ઘૂંટણમાં ગોળી ત્યારે જ વાગે છે જ્યારે લાઈફમાં કોઈ (બીજી સ્ત્રી) આવી જાય છે."
ગોવિંદાને કહ્યા ‘સુગર ડેડી’
હાલમાં જ ફિલ્મ 'રૂપા'ના પ્રોમોશનલ ઈવેન્ટ્સમાં જ્યારે ગોવિંદા તેમની યુવા કો-સ્ટાર કોમલ રાની સાથે જોવા મળ્યા, ત્યારે સુનિતાએ ગુસ્સામાં મીડિયાને કહ્યું હતું, "તે તેમની પુત્રીની ઉંમરની છે. થોડી તો શરમ હોવી જોઈએ... ગોવિંદા તો હવે 'સુગર ડેડી' બની ગયા છે." સુનિતાના આ નિવેદને ભારે હોબાળો મચાવ્યો હતો. આ નિવેદન બાદ ગોવિંદાએ પણ પોતાની પત્નીને વિચારી-સમજીને બોલવાની સલાહ આપી હતી.

