મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

હૈદરાબાદમાં કોન્સર્ટ પહેલા દિલજીત દોસાંઝને લાગ્યો મોટો ઝટકો, રાજ્ય સરકારે કરી આ મોટી કાર્યવાહી

સિંગર દિલજીત દોસાંઝની 'Dil-Luminati' ટૂર ચર્ચાનો વિષય બની છે. દિલ્હી અને જયપુ

હૈદરાબાદમાં કોન્સર્ટ પહેલા દિલજીત દોસાંઝને લાગ્યો મોટો ઝટકો, રાજ્ય સરકારે કરી આ મોટી કાર્યવાહી

સિંગર દિલજીત દોસાંઝની 'Dil-Luminati' ટૂર ચર્ચાનો વિષય બની છે. દિલ્હી અને જયપુર બાદ તે હૈદરાબાદમાં કોન્સર્ટ કરવા જઈ રહ્યો છે. પરંતુ તે પહેલા જ સિંગરને મોટો ઝટકો લાગ્યો છે. તેલંગણા સરકારે દિલજીત દોસાંઝના ઈવેન્ટ ઓર્ગેનાઈઝરને નોટિસ મોકલી છે.

આ પણ વાંચો: VIDEO / 'તેમને અહીં બોલાવીને મોટી ભૂલ કરી' KBC 16માં અભિષેક બચ્ચને એવું શું કર્યું કે અમિતાભે કહી આ વાત

હૈદરાબાદમાં 15 નવેમ્બરે દિલજીત દોસાંઝની કોન્સર્ટ યોજાવાની છે. તેલંગાણા સરકાર કોન્સર્ટને લઈને એલર્ટ પર છે. આ નોટિસ મુજબ કોન્સર્ટ દરમિયાન બાળકોને સ્ટેજ પર બોલાવવા પર પ્રતિબંધ છે.

તેલંગાણા સરકારે શા માટે મોકલી નોટિસ?

હાઈ સાઉન્ડ લેવલ બાળકો માટે સલામત નથી. WHOની ગાઈડલાઈન મુજબ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલજીતની કોન્સર્ટ દરમિયાન બાળકો સ્ટેજ પર જોવા મળ્યા હતા, જેનો તેલંગાણા સરકાર વિરોધ કરી રહી છે. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાળકોને લાઉડ મ્યુઝિક સિવાય ફ્લેશ લાઈટથી પણ બચાવવાની જરૂર છે.

આ સિવાય કોન્સર્ટ દરમિયાન દિલજીત દોસાંઝને ડ્રગ્સ, આલ્કોહોલ કે હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ગાવાની મનાઈ કરવામાં આવી છે. આવા ગીતો દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાયેલી કોન્સર્ટ દરમિયાન ગાવામાં આવ્યા હતા. આ કોન્સર્ટ 26 અને 27 ઓક્ટોબરે યોજાઈ હતી.

નોટિસમાં શું લખ્યું છે?

WHOની ગાઈડલાઈન અનુસાર, પુખ્ત વયના લોકો માટે 140 ડીબીથી વધુ સાઉન્ડ પ્રેશરના સંપર્કમાં આવવું સલામત નથી. જ્યારે બાળકો માટે 120 ડીબીથી વધુ સાઉન્ડ પ્રેશર જોખમી હોઈ શકે છે. સ્ટેજ પર સાઉન્ડ લેવલ 120 ડીબી કરતાં વધુ હોય છે. આ કારણોસર બાળકોને સ્ટેજ પર જતા રોકવામાં આવી રહ્યા છે.

દિલજીત દોસાંઝની કોન્સર્ટને ઘણો પ્રેમ મળી રહ્યો છે. દિલ્હીમાં પણ એકને બદલે બે શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી જેમને પ્રથમ કોન્સર્ટની ટિકિટ ન મળી શક્યા તેઓ બીજી કોન્સર્ટમાં જઈ શકે. દિલજીત દોસાંઝે આ કારણે જયપુરના ફેન્સની માફી પણ માંગી હતી. હકીકતમાં તેની કોન્સર્ટની ટિકિટો બ્લેકમાં પણ વેચાઈ રહી છે. આ સિવાય હજારો રૂપિયામાં ઉપલબ્ધ ટિકિટ ખરીદવા માટે સ્લોટ પહેલેથી જ બુક કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો