Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Squid game season 2 trailer released

VIDEO / નેટફ્લિક્સે 'સ્ક્વિડ ગેમ 2' નું ટ્રેલર રિલીઝ કર્યું, આ તારીખે સ્ટ્રીમ થશે નવી સિઝન

Timeછેલ્લું અપડેટ : 27 Nov 2024
લાઇવ ટીવીGoogle News

કોરિયન વેબ સિરીઝ સ્ક્વિડ ગેમની બીજી સીઝનને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ સિરીઝની બીજી સિઝન 26 ડિસેમ્બરે રિલીઝ થશે. આ શોનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ફેન્સને ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ વખતે પણ શોમાં મોતનો ખેલ જોવા મળશે.

App Store

આ પણ વાંચો: થિયેટરમાં આવતા પહેલા જ 'પુષ્પા-2'એ તોડ્યો 'RRR' અને 'જવાન'નો રેકોર્ડ, એડવાન્સ બુકિંગમાં છાપ્યા કરોડો

પૈસા અને મૃત્યુની આસપાસ ફરતી સ્ક્વિડ ગેમની વાર્તા

પૈસા અને મૃત્યુની આસપાસ ફરતી આ સિરીઝમાં ઘણી બધી લાગણીઓ પણ જોવા મળશે. ઘણો હંગામો અને એક્શન પણ જોવા મળશે. આ વખતે શોમાં કેટલીક જૂની અને કેટલીક નવી ગેમ્સ પણ જોવા મળશે. 'સ્ક્વિડ ગેમ 2' 26 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ગી-હુને આ સિરીઝમાં લી જુંગ-જેની ભૂમિકા ભજવી હતી. નવી સિઝનમાં પણ તે આ જ ભૂમિકા ભજવી રહ્યો છે.

શું હશે સિરીઝની વાર્તા?

સિરીઝની બીજી સિઝનની વાર્તા વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે બતાવવામાં આવશે કે સ્ક્વિડ ગેમ જીત્યાના 3 વર્ષ બાદ ખેલાડી નંબર 456 એક નવા આઈડિયા સાથે પરત ફર્યો છે. તે ફરી એકવાર આ ખતરનાક ગેમમાં જોડાશે અને ગેમને નવા લેવલ પર લઈ જશે. આ વખતે જે પણ ગેમ જીતશે તેને 45.6 બિલિયન જીતેલી ઈનામી રકમ મળશે. ગત સિઝનની જેમ આ વખતે પણ જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળશે.