Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Special appeal to rocking star Yash's fans as soon as' Toxic 'is released:' Please don't do this with the film! '

VIDEO: 'Toxic' રિલીઝ થતાં જ રોકિંગ સ્ટાર યશની ફેન્સને ખાસ અપીલ: 'પ્લીઝ ફિલ્મ સાથે આવું ના કરતા!'

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આખરે એ દિવસ આવી જ ગયો, જેની 'KGF' સ્ટાર યશના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. યશ પૂરા ચાર વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર પુનરાગમન કરી ચૂક્યા છે. આજે 26 ઓગસ્ટે યશની ફિલ્મ 'ટોક્સિક' મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનો પહેલો શો સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગયો છે અને દર્શકો પોતાના મનપસંદ સ્ટાર પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. આ દરમિયાન ફિલ્મની રિલીઝના થોડા કલાકો પહેલા યશ ફેન્સને દિલથી એક ખાસ અપીલ કરી હતી. યશે ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાના ચાહકોને આ વિનંતી કરી હતી.

App Store

ફિલ્મની રિલીઝ પહેલા યશની પોસ્ટ

યશે 25 ઓગસ્ટની રાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. યશે ફિલ્મની ટીમ તરફથી એક ઇમોશનલ પોસ્ટ શેર કરી, જેમાં તેમણે ફિલ્મ પર મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદ અને એડવાન્સ બુકિંગ માટે ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, "ટોક્સિક ટીમ તરફથી એક સંદેશ. 'ટોક્સિક' અમારા માટે માત્ર એક ફિલ્મ નથી, પરંતુ આ વર્ષોની મહેનતનું પરિણામ છે, જેને અમે ફ્રેમ બાય ફ્રેમ, સીન બાય સીન બનાવીને એક એવી દુનિયા તૈયાર કરી છે. આ ફિલ્મના નિર્માણ અને રિલીઝમાં સામેલ દરેક ટેકનિશિયન, કલાકાર અને ક્રૂ સભ્ય ઈચ્છે છે કે તમને પણ એવો જ અનુભવ મળે—એક એવો અનુભવ જે મોટા પડદા પર સૌ સાથે મળીને જોવા માટે બન્યો છે."

યશે દર્શકોને કરી ખાસ રિક્વેસ્ટ

યશે આગળ લખ્યું કે, "આ ફિલ્મ માટે તમે જે પ્રેમ અને ઉત્સાહ દર્શાવ્યો છે, તેમજ જે બમ્પર એડવાન્સ બુકિંગ જોવા મળી રહ્યું છે, તે અમારા માટે શબ્દોથી પર છે. અમારી આખી સફરમાં તમારા સપોર્ટ માટે આભાર. અમારી તમને એક નમ્ર વિનંતી છે કે દર્શકોને આ ફિલ્મ જોવાનો અનુભવ એવો જ રહેવા દો જેવો હોવો જોઈએ. થિયેટરોમાં ફિલ્મના સીન રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ ના કરો, કહાનીના મહત્ત્વના સીન અને સ્પોઇલર્સ જાહેર કરીને અન્ય દર્શકોની મજા ખરાબ ના કરો. પછીના દર્શકોને પણ 'ટોક્સિક'ની દુનિયામાં એ જ રીતે પ્રવેશવા દો જે રીતે તમે પ્રવેશ્યા છો. 'ટોક્સિક'ની આ દુનિયા હવેથી તમારી છે."

પોસ્ટ શેર કર્યાના તરત જ યશના ફેન્સ કોમેન્ટ સેક્શનમાં પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. એક ફેને લખ્યું, "કિંગ હંમેશા કિંગ જ રહેશે." અન્ય એક ફેને લખ્યું, "કાલે તેમનો જલવો આખી દુનિયામાં જોવા મળશે." તો ત્રીજા એક યુઝરે લખ્યું, "વાહ, હું આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છું." કેટલાક લોકોએ ફાયર ઇમોજી પણ કોમેન્ટ કર્યા હતા.

જણાવી દઈએ કે, યશ, કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા અને રૂક્મિણી વસંત ફિલ્મ 'ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ' સાથે મોટા પડદા પર ધમાકો કરવા આવી ગયા છે. આ ફિલ્મનું નિર્દેશન ગીતુ મોહનદાસે કર્યું છે.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News