Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Sonakshi-Zaheer reach Abu Dhabi mosque, share new vlog on YouTube

અબુ-ધાબીની મસ્જિદમાં પહોંચ્યા સોનાક્ષી-ઝહીર, યુ-ટ્યૂબ પર શેર કર્યો નવો વ્લોગ

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
અબુ-ધાબીની મસ્જિદમાં પહોંચ્યા સોનાક્ષી-ઝહીર, યુ-ટ્યૂબ પર શેર કર્યો નવો વ્લોગ
સોર્સ : GSTV

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ, આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઝહીર અને સોનાક્ષીના વીડિયો ચાહકોને પસંદ આવે છે. તાજેતરમાં સોનાક્ષીએ એક નવો વ્લોગ શેર કર્યો છે, જેમાં ઝહીરે તેના ધર્મ પરિવર્તનને લઈને રમુજી પ્રતિક્રિયા આપી છે.

App Store

અબુ-ધાબી પહોંચ્યા સોનાક્ષી-ઝહીર

સોનાક્ષીએ યુ-ટ્યૂબ પર પોતાનો ડેઈલી વ્લોગ શેર કર્યો, જેમાં તેણે ચાહકોને જણાવ્યું કે, 'આજે અમે અબુ ધાબીમાં છીએ. આ ટ્રીપ થોડી ખાસ અને એક્સાઈટિંગ થવા જઈ રહી છે. અમને અબુ ધાબી ટુરિઝમ દ્વારા અહીંની સુંદરતા જોવા માટે બોલાવવામાં આવ્યા છે. અમારા માટે ખૂબ જ સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.'

સોનાક્ષીએ કહ્યું કે, 'હું અબુ ધાબીમાં આવીને ખૂબ જ એક્સાઈટેડ છું. કારણ કે, હું પહેલી વાર કોઈ મસ્જિદમાં જઈ રહી છું. હું મંદિરો અને ચર્ચમાં તો ગઈ છું પણ ક્યારેય મસ્જિદમાં નથી ગઈ.' 

"ધર્મ પરિવર્તન કરાવવા માટે નથી લઈ જતો"

સોનાક્ષીની મસ્જિદ જવાની વાત પર રિએક્ટ કરતા ઝહીર કહે છે કે, 'હું તમને સ્પષ્ટ જણાવી દઉં છું કે, હું તેને ધર્મ પરિવર્તન કરાવવા માટે ત્યાં નથી લઈ જઈ રહ્યો. અમે માત્ર સુંદર સ્થળ જોવા માટે જઈ રહ્યા છીએ. જેવી રીતે અમે મંદિર અને ચર્ચ જોવા જઈએ છીએ તેવી જ રીતે મસ્જિદ જોવા જઈ રહ્યા છીએ.' ઝહીરની વાતો પર રિએક્ટ કરતા સોનાક્ષીએ કહ્યું કે, 'સ્પેશિયલ મેરેજ એક્ટ, જિંદાબાદ.'

ચાહકોનું રિએક્શન

સોનાક્ષીના વ્લોગમાં ઝહીરનું રિએક્શન સંભળતા જ ચાહકોએ તેના વખાણ કરવાનું શરૂ કરી દીધું. ચાહકો ઝહીરને 'ગ્રીન ફ્લેગ' અને 'બેસ્ટ હસબન્ડ' જેવા ટેગ આપી રહ્યા છે. ફરી એકવાર સોનાક્ષી અને ઝહીરે લોકોને પોતાની મહોબ્બતથી મહોબ્બત કરાવી દીધી છે. ઝહીર અને સોનાક્ષીએ 23 જૂન, 2024ના રોજ લગ્ન કર્યા હતા. તેમણે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા.