Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Son breaks down in tears remembering Pradeep Rawat: Fight against blood cancer and father's legacy says this big story

VIDEO: પ્રદીપ રાવતને યાદ કરી રડી પડ્યો પુત્ર: બ્લડ કેન્સર સામેની લડાઈ અને પિતાના વારસા પર કહી આ મોટી વાત

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ફિલ્મી દુનિયામાં પોતાની દમદાર અદાકારીથી અલગ ઓળખ બનાવનાર એક્ટર પ્રદીપ રાવત હવે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમના પાત્રો અને તેમની યાદો હંમેશા જીવંત રહેશે. 74 વર્ષની ઉંમરે બ્લડ કેન્સર સામે ઝૂઝ્યા બાદ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. મુંબઈમાં ગુરુવારે યોજાયેલી તેમની પ્રાર્થના સભામાં પરિવાર, મિત્રો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ તેમને નમ આંખોથી યાદ કર્યા હતા. આ દરમિયાન એક્ટરના પુત્ર વિક્રમાદિત્ય રાવત પોતાની જાતને સંભાળી શક્યા નહોતા અને પિતાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા.

App Store

વિક્રમાદિત્યએ પોતાના પિતાને યાદ કરતા કહ્યું કે તેમના વિશે જેટલું પણ કહેવામાં આવે એટલું ઓછું છે. તેમના માટે પ્રદીપ રાવત માત્ર એક મોટા એક્ટર જ નહીં, પરંતુ એક એવા પિતા હતા જેના પર તેમને હંમેશા ગર્વ રહેશે. તેમણે કહ્યું કે જો તેમને ફરીથી પિતા પસંદ કરવાની તક મળે, તો તેઓ ફરીથી પ્રદીપ રાવતને જ પસંદ કરશે.

'તેમનો વારસો આગળ ધપાવીશ'

પિતાના વારસાને આગળ ધપાવવાનું વચન આપતા વિક્રમાદિત્યએ કહ્યું કે તેઓ તેમના નામને વધુ ઊંચાઈ સુધી લઈ જવા માગે છે. તેમના જણાવ્યા મુજબ, તેમના પિતાનું સ્વપ્ન હતું કે એક દિવસ પુત્ર તેમનું નામ ગર્વથી આગળ ધપાવે અને તેઓ આ જવાબદારી પૂરી કરવાનો પૂરો પ્રયાસ કરશે.

અચાનક બગડી હતી તબિયત

વિક્રમાદિત્યએ પિતાની બીમારીના છેલ્લા દિવસોને પણ યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે લગભગ બે મહિના પહેલા પ્રદીપ રાવતને સતત હિચકી આવવા લાગી હતી. શરૂઆતમાં પરિવારે તેને સામાન્ય ઈન્ફેક્શન માન્યું હતું, પરંતુ જ્યારે સમસ્યા વધતી ગઈ ત્યારે ડૉક્ટરને ઘરે બોલાવવામાં આવ્યા. તપાસ અને દવાઓ છતાં તેમની હાલતમાં કોઈ સુધારો ન આવ્યો અને ધીમે ધીમે સ્થિતિ ગંભીર બનતી ગઈ. બાદમાં જાણવા મળ્યું કે તેઓ બ્લડ કેન્સર સામે ઝૂઝી રહ્યા છે. તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

'મહાભારત'ના અશ્વત્થામાથી લઈને 'ગજની' સુધી

પ્રદીપ રાવતે હિન્દી સિનેમાની સાથે સાથે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ ખૂબ કામ કર્યું હતું. બી.આર. ચોપરાની 'મહાભારત'માં અશ્વત્થામાના પાત્રે તેમને ઘેર-ઘેર ઓળખ અપાવી હતી. આ પછી સરફરોશ, લગાન, ગજની અને તાજેતરની ફિલ્મ છાવા સહિત ઘણી ફિલ્મોમાં તેમણે પોતાની અદાકારીની છાપ છોડી. ખાસ કરીને ગજનીમાં તેમણે ભજવેલું પાત્ર દર્શકોમાં ખૂબ ચર્ચાસ્પદ બન્યું હતું. ઊંચો કદ, દમદાર અવાજ અને ખૌફનાક સ્ક્રીન પ્રેઝન્સ તેમની મુખ્ય ઓળખ બની ગઈ હતી.

ટોપિક્સ:GSTV NewsGujarati News