Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Shilpa Shetty's special post on husband Raj Kundra's birthday

VIDEO: પતિ રાજ કુંદ્રાના બર્થડે પર શિલ્પા શેટ્ટીની સ્પેશિયલ પોસ્ટ, જેમાં અભિનેત્રીએ કહી આ ખાસ વાત

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ કુંદ્રા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે તેમની પત્ની અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર તેને બર્થડે વિશ કર્યું છે. શિલ્પાએ રાજ સાથે વિતાવેલી ઘણી ખાસ ક્ષણોનો એક મોન્ટાજ વીડિયો બનાવીને તેમના માટે એક સુંદર મેસેજ લખ્યો છે.

App Store

પતિ રાજના બર્થડે પર શિલ્પાએ શેર કરી ખાસ પોસ્ટ

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં શિલ્પા અને રાજની સાથે વિતાવેલી ઘણી યાદો જોવા મળે છે. પોસ્ટ સાથે શિલ્પાએ રાજની ખુશી અને સારી હેલ્થ માટે પણ પ્રાર્થના કરી છે. તેમણે લખ્યું કે તેમના માટે દરેક દિવસ ખાસ છે, પરંતુ રાજનો જન્મદિવસ તેમના માટે વધુ ખાસ છે. તેમણે પોતાના પતિના જીવનમાં હંમેશા પ્રેમ, હાસ્ય અને ખુશીઓ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી.

શિલ્પાએ પોતાની પોસ્ટમાં એ પણ કહ્યું કે તે રાજ સાથે જિંદગીની દરેક ક્ષણને જીવવા માંગે છે. તેમણે મજાકના અંદાજમાં લખ્યું કે આવનારું વર્ષ પણ રાજને હેરાન કરવાનું, તેમની સાથે હસવાનું અને ઘણી બધી યાદો બનાવવાનું હોય. પોતાના મેસેજના અંતમાં શિલ્પાએ કહ્યું કે રાજ સાથે જિંદગી વધુ મીઠી લાગે છે.

કેવી રીતે થઈ હતી બંનેની મુલાકાત?

શિલ્પા અને રાજની મુલાકાત એક પરફ્યુમ બ્રાન્ડ સાથે જોડાયેલા પ્રમોશનલ કામ અને બિઝનેસ મીટિંગ દરમિયાન થઈ હતી. આ પછી બંને વચ્ચે નિકટતા વધી અને તેમણે કેટલાક સમય સુધી એકબીજાને ડેટ કર્યા. વર્ષ 2009માં બંનેએ લગ્ન કરી લીધા હતા.

22 નવેમ્બર 2009ના રોજ મહારાષ્ટ્રના ખંડાળામાં બંનેના લગ્ન થયા હતા. લગ્નમાં પંજાબી અને સાઉથ ઈન્ડિયન ટ્રેડિશન્સની ઝલક જોવા મળી હતી. શિલ્પા કર્ણાટકની ‘બંટ’ કમ્યુનિટીમાંથી આવે છે, જ્યારે રાજનો પરિવાર પંજાબી છે. લગ્ન દરમિયાન શિલ્પાએ ડિઝાઈનર તરુણ તાહિલિયાનીએ ડિઝાઈન કરેલી સાડી પહેરી હતી.

શિલ્પા અને રાજ બે બાળકોના માતા-પિતા છે. તેમના પુત્રનું નામ વિયાન રાજ કુંદ્રા છે, જ્યારે પુત્રીનું નામ સમીષા કુંદ્રા છે.