સામંથા રૂથ પ્રભુના પિતાનું નિધન, વાયરલ થઈ એક્ટ્રેસની ઈમોશનલ પોસ્ટ

'સિટાડેલ: હની બની' એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુના પિતા જોસેફ પ્રભુનું 29 નવેમ્બર, શુક્રવારે નિધન થયું હતું. તેણે આ દુખદ સમાચાર તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા શેર કર્યા છે. એક ઈમોશનલ નોટ શેર કરતા તેણે લખ્યું, 'જ્યાં સુધી આપણે ફરી મળીએ... પપ્પા' અને તૂટેલા હાર્ટનું ઈમોજી ઉમેર્યું. તેના પિતાના અવસાન બાદ સામંથા રૂથ અને તેના સમગ્ર પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
આ પણ વાંચો: પોર્નોગ્રાફી કેસમાં EDની કાર્યવાહી, શિલ્પા શેટ્ટીના પતિ રાજના ઘર અને ઓફિસ પર પાડ્યા દરોડા
સામંથા રૂથ પ્રભુના પિતા જોસેફ પ્રભુના મૃત્યુ પહેલા તાજેતરના એક ઈન્ટરવ્યુમાં સામંથા રૂથ પ્રભુએ તેના પિતા જોસેફ સાથેના તેના બોન્ડ વિશે વાત કરી હતી. તેના પિતાની પ્રશંસા કરતા, તેને તે સમયગાળો યાદ કર્યો હતો જ્યારે તેના પિતાએ ખૂબ જ સારી રીતે તેનો ઉછેર કર્યો હતો. સામંથા બાળપણથી જ તેના પિતાની નજીક હતી. તેના પિતાએ તેના ઉછેર અને જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રોફેશનલ કમિટમેન્ટ પછી પણ, તે તેના પરિવારને મળતી હતી.

સામંથાના ડિવોર્સથી પિતા નારાજ હતા
સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના ડિવોર્સના લગભગ એક વર્ષ પછી, સામંથાના પિતા જોસેફ પ્રભુએ ફેસબુક પર લગ્નના જૂના ફોટા પોસ્ટ કર્યા હતા. આ પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું કે, 'મને આ ડિવોર્સ સ્વીકારવામાં ઘણો સમય લાગી શકે છે.' તમને જણાવી દઈએ કે સામંથા અને ચૈતન્યના લગ્ન 6 અને 7 ઓક્ટોબર 2017ના રોજ ગોવામાં થયા હતા. બાદમાં 2021માં બંનેના ડિવોર્સ થયા હતા. હવે નાગા ચૈતન્ય 'મેડ ઈન હેવન' એક્ટ્રેસ શોભિતા ધુલીપાલા સાથે ફરીથી લગ્ન કરવા તૈયાર છે.
સામંથાનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, સામંથા તાજેતરમાં એમેઝોન પ્રાઈમ વીડિયોની સિરીઝ 'સિટાડેલ: હની બની'માં વરુણ ધવન સાથે જોવા મળી હતી. આ સિરીઝ બે અઠવાડિયાથી OTT પર ટ્રેન્ડ કરી રહી છે. એક્ટ્રેસે તાજેતરમાં તેની વેબ સિરીઝની સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી. જો કે હવે તેના પિતાના આકસ્મિક નિધનના સમાચારથી તેના ફેન્સને આઘાત લાગ્યો છે.

