Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Raid on Shilpa Shetty's husband Raj's house and office

પોર્નોગ્રાફી કેસમાં EDની કાર્યવાહી, શિલ્પા શેટ્ટીના પતિ રાજના ઘર અને ઓફિસ પર પાડ્યા દરોડા

Timeછેલ્લું અપડેટ : 29 Nov 2024
લાઇવ ટીવીGoogle News
પોર્નોગ્રાફી કેસમાં EDની કાર્યવાહી, શિલ્પા શેટ્ટીના પતિ રાજના ઘર અને ઓફિસ પર પાડ્યા દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોર્નોગ્રાફી કેસમાં ED માત્ર રાજ કુન્દ્રાના ઘરની જ નહીં પરંતુ અન્ય ઘણા લોકોના ઘરની પણ તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ તપાસ મોબાઈલ એપ દ્વારા પોર્ન કન્ટેન્ટ બનાવવા અને તેના સર્ક્યુલેશન સાથે સંબંધિત છે.

App Store

આ પણ વાંચો: રોઝલિન ખાને કપિલ શર્મા અને નવજોત સિંહ સિદ્ધુને આપી નોટિસ, આ 3 માંગણીઓ કરી, જાણો શું છે સમગ્ર મામલો

2021માં ધરપકડ કરવામાં આવી હતી

EDની તપાસ મુંબઈ પોલીસના 2021ના કેસ પર આધારિત છે, જેના કારણે ક્રાઈમ બ્રાન્ચે જુલાઈ 2021માં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ રાજ બે મહિના જેલમાં રહ્યો. ત્યારબાદ સિટી કોર્ટે તેને જામીન આપ્યા અને જામીન મળ્યા બાદ રાજ કુન્દ્રાએ તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

ED રાજ સુધી કેવી રીતે પહોંચી?

હકીકતમાં, ફેબ્રુઆરી 2021માં મુંબઈ પોલીસે મડ આઈલેન્ડ પર સ્થિત એક બંગલામાં દરોડો પાડ્યો હતો. દરોડામાં તે બંગલામાં એડલ્ટ ફિલ્મોનું શૂટિંગ થતું હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે પોલીસે તે બંગલાની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ફિલ્મો બનાવવા પાછળ રાજ કુન્દ્રાનો હાથ હતો.