Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 'Rejected 2 crore ad but didn't change his principles': Know why Sai Pallavi refused to do fairness cream ad

VIDEO: '2 કરોડની જાહેરાત ફગાવી પણ પોતાના સિદ્ધાંતો ન બદલ્યા': જાણો શા માટે સાઈ પલ્લવીએ ફેરનેસ ક્રીમની એડ કરવાની ના પાડી

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ 'રામાયણ'માં સીતાની ભૂમિકા ભજવી રહેલી દક્ષિણ ભારતની અભિનેત્રી સાઈ પલ્લવી અભિનયની સાથે તેની સાદગી અને નેચરલ લુક માટે પણ જાણીતી છે. આજકાલ સેલેબ્સ કરોડો રૂપિયાની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સાઈન કરવા માટે આતુર હોય છે, ત્યારે સાઈ પલ્લવીએ વર્ષ 2019 માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવીને સમાજ સામે દાખલો બેસાડ્યો હતો.

App Store

ફેરનેસ ક્રીમની એડ કેમ નકારી?

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સાઈ પલ્લવીએ એક જૂનો કિસ્સો વાગોળ્યો હતો. સાઈ પલ્લવીને એખ ફેરનેસ ક્રીમની એડ ઓફર થઈ હતી. ત્યારે તેણે કહ્યું હતું કે ‘હું એવી કોઈ બ્યુટી પ્રોડક્ટનો પ્રચાર કરવા નથી માંગતી જે લોકોને પોતાની ત્વચાના રંગ પ્રત્યે અસુરક્ષિત કે ઓછો આત્મવિશ્વાસ અનુભવ કરાવે.’ સાઈ પલ્લવી વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ ઓછો અથવા નહીંવત મેકઅપ કરે છે. તેમનું માનવું છે કે દરેક વ્યક્તિએ તેમની ચામડીના કુદરતી રંગ અને દેખાવ પ્રત્યે આત્મવિશ્વાસ રાખવો જોઈએ.

બહેનના અનુભવે આંખો ખોલી દીધી

આ નિર્ણય પાછળ સાઈ પલ્લવીએ તેની નાની બહેનનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાઈ પલ્લવી તેની બહેન કરતાં થોડી વધુ ગોરી હતી. બહેન પણ ગોરી થઈ જાય તે માટે તેની માતા તેને ન ગમતાં શાકભાજી અને ફળો ખાવા માટે દબાણ કરતી હતી. બહેનને રંગના ભેદભાવના કારણે મુશ્કેલીમાં મુકાતી જોઈને સાઈ પલ્લવીનું દિલ દુભાઈ ગયું હતું. તેણે વિચાર્યું કે જો તે પોતે જ ફેરનેસ ક્રીમની એડ કરશે, તો તે પોતાની બહેન અને સમાજના લાખો લોકો સાથે અન્યાય કરશે. આ જ લાગણી સાથે તેણે કહ્યું હતું કે, "આવી એડ કરીને હું, 2 કરોડ રૂપિયાનું શું કરીશ?’

ચહેરા પર ખીલથી લઈને આત્મવિશ્વાસ સુધીની સફર

સાઈ પલ્લવી કારકિર્દીની શરૂઆતમાં ચહેરા પરના ખીલના કારણે ખૂબ સંકોચ અનુભવતી હતી. વર્ષ 2015 માં આવેલી તેની સુપરહિટ મલયાલમ ડેબ્યૂ ફિલ્મ 'પ્રેમમ' પહેલાં તે ચહેરાના ખીલ દૂર કરવા સેંકડો ક્રીમ વાપરતી હતી. પરંતુ 'પ્રેમમ' રિલીઝ થયા પછી દર્શકોએ તેને તેના ખીલ સાથે જ સ્વીકારી અને ભરપૂર પ્રેમ આપ્યો. આ અનુભવે તેને સમજાવ્યું કે સુંદરતા માટે પરફેક્ટ સ્કિન જરૂરી નથી, પણ આત્મવિશ્વાસ જરૂરી છે.

આગામી ફિલ્મ 'રામાયણ'માં સીતાનો રોલ

સાઈ પલ્લવી ટૂંક સમયમાં જ નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ભવ્ય ફિલ્મ 'રામાયણ: પાર્ટ 1'માં રામની ભૂમિકા ભજવી રહેલા રણબીર કપૂર સાથે સીતાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 8 November 2026ના રોજ રિલીઝ થવાની છે.