Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Rashmika Mandanna and Vijay Devarkonda are rumored to get married in 2026

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા 2026માં લગ્ન કરશે તેવી અટકળો

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2025
લાઇવ ટીવીGoogle News
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા 2026માં લગ્ન કરશે તેવી અટકળો
સોર્સ : GSTV

મુંબઇ : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. સગાઇની માફક તેઓ લગ્ન પણ પર્સનલ રાખવાના છે જેમાં ફક્ત અંગતજનોને જ નિમંત્રણ આપવામાં આવશે. કહેવાય છે કે,૨૬  ફેબ્રુઆરીના રોજ તેઓ ઉદયપુરના એક મહેલમાં લગ્ન કરવાના છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, લગ્નમાં સેલિબ્રિટીઝ તેમજ અન્યોને નિમંત્રણ આપવામાં આવશે નહીં, એટલું જ નહીં લગ્ન પછી પણ તેઓ પાર્ટી કરવાના છે કે નહીં તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. લગ્નમાં ફક્ત પરિવારજનો તેમજ અંગતજનોને જ આમંત્રણ આપવામાં આવવાનું છે. યુગલે ૩ ઓકટોબરના રોજ હૈદરાબાદમાં સગપણ કર્યું હતું. જોકે તેમણે સગપણની પુષ્ટિ કરી નહોતી. 

App Store

રશ્મિકા અને વિજયે ૨૦૧૮માં 'ગીતા ગોવિંદમ' ફિલ્મમાં કામ કર્યું હતું આ પછી ૨૦૧૯માં તેમણે 'ડિયર કોમરેડ' માં કામ કર્યું અને ત્યાર પછી તેમના સંબંધોની ચર્ચા થવા લાગી હતી.