Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Ranbir also uses this trick for publicity! The actor was fooled when the paparazzi opened the poll

Bollywood: રણબીર પણ પબ્લિસીટી માટે આપનાવે છે આ ટ્રીક! પાપારાઝીએ પોલ ખોલતા એક્ટર ભોઠો પડ્યો

Timeછેલ્લું અપડેટ : 03 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Bollywood: રણબીર પણ પબ્લિસીટી માટે આપનાવે છે આ ટ્રીક! પાપારાઝીએ પોલ ખોલતા એક્ટર ભોઠો પડ્યો
સોર્સ : GSTV

મુંબઈમાં ફિલ્મ કલાકારો એરપોર્ટ, કોઈ સ્ટુડિયો કે નિર્માતાની ઓફિસ આસપાસ કે પછી કોઈ રેસ્ટોરાં બહાર પાપારાઝીઓને અનાયાસે મળતા નથી પરંતુ સોશિયલ મીડિયા પર સતત છવાયેલા રહેવા માટે કલાકારો સામે ચાલીને આ પાપારાઝીઓને પોતાના લોકેશન તથા ગતિવિધિની જાણ કરતા હોય છે. રણબીર કપૂર પણ પબ્લિસિટી માટે આ ટ્રીક અજમાવતો હોવાનું ખુલ્લું પડી ગયું છે.  

App Store

પાપારાઝીએ પોલ ખોલતાં ભોઠો પડ્યો રણબીર

તાજેતરમાં રણબીર ફિલ્મ સર્જક સંજય લીલા ભણશાલીની ઓફિસે પહોંચ્યો તો તેના ફોટા પાડવાનો પ્રયાસ કરી રહેલા પાપારાઝીઓને સિક્યુરિટી ગાર્ડે અટકાવ્યા હતા. આ સમયે ઉકળી ઉઠેલા પાપારાઝીઓએ કહ્યું હતું કે, "અમે જાતે અહીં આવ્યા નથી પરંતુ રણબીરની ટીમ તરફથી બોલાવાયા છે." તેમણે ગાર્ડને રણબીરની ટીમ તરફથી મળેલા મેસેજ પણ દેખાડયા હતા. આ ઘટનાક્રમથી ભોઠાં પડેલા રણબીરે બાદમાં ગાડીમાંથી ઉતરીને પાપારાઝીઓ સમક્ષ પોઝ આપ્યો હતો. 

કરીનાએ કપૂર ખાનદાનને પાપારાઝીની ગરજ ન હોવાનું જણાવ્યું

હજુ તાજેતરમાં જ કરીના કપૂરે એવી બડાશ હાંકી હતી કે કપૂર ખાનદાનના કોઈ કલાકારોને પાપારાઝીઓની ગરજ નથી. અમે સામે ચાલીને અમારાં લોકેશન્સ તેમને જણાવતા નથી. પરંતુ, આ ઘટના બાદ તેમનો દંભ ખુલ્લો પડી ગયો છે.

રણબીર પણ અન્ય કલાકારોની જેમ સામે ચાલીને પાપારાઝીઓને પોતાના ફોટા માટે બોલાવતો હોવાનું પુરવાર થઈ ગયું છે.