Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : In Ranveer Singh's "Dhurandhar" controversies, Mojar Mohit Sharma's family knocks on the doors of the High Court

Bollywood: રણવીર સિંહની "ધુરંધર" વિવાદોમાં, મોજર મોહિત શર્માના પરિવારે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Bollywood: રણવીર સિંહની "ધુરંધર" વિવાદોમાં, મોજર મોહિત શર્માના પરિવારે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
સોર્સ : GSTV

રણવીર સિંહ અભિનીત ફિલ્મ 'ધુરંધર' તેની રિલીઝ પહેલાં જ વિવાદમાં ફસાઈ ગઈ છે. મેજર મોહિત શર્માના માતા-પિતાએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને ફિલ્મ પર સ્ટે લગાવવાની માગ કરી છે. પરિવારજનોનું કહેવું છે કે મેજર શર્માના જીવનના મહત્ત્વના ભાગો ફિલ્મમાં તેમની મંજૂરી વિના બતાવવામાં આવી રહ્યા છે, જેના કારણે અમે પરેશાન છીએ. જોકે, ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધર પહેલેથી જ સ્પષ્ટતા આપી ચૂક્યા છે કે આ ફિલ્મ મેજર મોહિત શર્મા પર આધારિત નથી.

App Store

સોશિયલ મીડિયાની ચર્ચાથી પરિવાર પરેશાન

મેજર મોહિતના ભાઈ મધુર શર્માએ જણાવ્યું કે, જ્યારથી ફિલ્મની જાહેરાત થઈ છે અને ટ્રેલર આવ્યું છે, ત્યારથી સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે કે રણવીર સિંહનું પાત્ર મોહિત શર્માથી પ્રેરિત છે. પ્રતિષ્ઠિત મીડિયા ચેનલો અને ઇન્ફ્લુઅન્સર પણ આ સમાનતા શોધી રહ્યા છે. મધુર શર્માની માગ છે કે ફિલ્મ નિર્માતાઓ તાત્કાલિક સત્ય શું છે તેની સ્પષ્ટતા કરે.' 

પિટિશન કેમ દાખલ કરવામાં આવી?

જો આદિત્ય ધર કહી ચૂક્યા હતા કે ફિલ્મ મોહિત શર્મા પર નથી, તો પછી પિટિશન કેમ દાખલ કરવામાં આવી? આ સવાલના જવાબમાં મધુરે કહ્યું, 'મારા સવાલ અને આદિત્યના જવાબ વચ્ચે 36થી 48 કલાકનો તફાવત હતો. અરજી તો તેના પહેલાં જ દાખલ કરી દેવામાં આવી હતી. (નોંધનીય છે કે, મધુરે ટ્વિટર પર આદિત્ય ધરને પૂછ્યું હતું કે શું ફિલ્મ મોહિત પર આધારિત છે?)

પરિવારને માત્ર સન્માન અને સંવેદનશીલતા જોઈએ

મધુર શર્માએ ભારપૂર્વક જણાવ્યું કે, 'મારા માતા-પિતાને આ ફિલ્મમાંથી કોઈ આર્થિક લાભ જોઈતો નથી. તેઓ માત્ર એટલું જ ઈચ્છે છે કે લોકોનો દૃષ્ટિકોણ તેમના દીકરાને ગુમાવનાર પરિવાર પ્રત્યે સંવેદનશીલ અને સહાનુભૂતિથી ભરેલો રહે. જો ફિલ્મ ખરેખર મારા ભાઈ પર બની હોય, તો નિર્માતાઓએ વિનમ્રતાપૂર્વક ભૂલ સ્વીકારવી જોઈએ અને જો ન બની હોય તો સ્પષ્ટ કરવું જોઈએ કે આ બધી ચર્ચા ખોટી છે. અમે મોહિત પર ફિલ્મ બનાવવાના વિરોધમાં નથી, કારણ કે મેજર મોહિતે જે વારસો છોડ્યો છે તે આગળ વધવો જોઈએ.'

હાઈકોર્ટનો CBFCને મહત્ત્વનો નિર્દેશ

અહીં ઉલ્લેખનીય છે કે મેજર મોહિત શર્મા 1 પેરા સ્પેશિયલ ફોર્સમાંથી હતા, જેમનું 2009માં એક મિશન દરમિયાન અવસાન થયું હતું અને તેમને મરણોત્તર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 5 ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં અક્ષય ખન્ના, સંજય દત્ત જેવા કલાકારો પણ છે. મેજર મોહિતના માતા-પિતાની અરજી બાદ દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ પર સ્ટે આપવાનો આદેશ આપ્યો નથી, પરંતુ 'CBFC(સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન)ને મહત્ત્વનો નિર્દેશ આપ્યો છે કે, મોહિતના માતા-પિતાના વાંધા(Objection)ને ધ્યાનમાં લેવામાં આવે. જો જરૂર જણાય, તો ફિલ્મને અંતિમ ક્લિયરન્સ આપતા પહેલાં ભારતીય સેના પાસેથી પણ રિવ્યૂ કરાવી લેવામાં આવે.