Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Despite Rishab Shetty's warning, Ranveer Singh mocked Kantara's goddess!

Bollywood: ઋષભ શેટ્ટીએ આપી ચેતવણી છતાં, રણવીર સિંહે Kantaraની દેવીની ઉડાવી મજાક! 

Timeછેલ્લું અપડેટ : 01 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Bollywood: ઋષભ શેટ્ટીએ આપી ચેતવણી છતાં, રણવીર સિંહે Kantaraની દેવીની ઉડાવી મજાક! 
સોર્સ : GSTV

રણવીર સિંહ તેની નવી ફિલ્મ 'ધુરંધર'ની રીલિઝ પહેલાં વધુ એક વિવાદમાં ફસાયો છે. તેણે 'Kantara: chepter 1'માં દર્શાવાયેલાં દૈવના પાત્રને ફિમેલ ઘોસ્ટ ગણાવી ઠેકડી ઉડાડતાં સોશિયલ મીડિયા યૂઝર્સ તેના પર ભારે નારાજ થયા છે. 

App Store

ફિમેલ ઘોસ્ટ કહી ઉડાવી ઠેકડી

ગોવામાં યોજાયેલા ફિલ્મ ફેસ્ટિવલમાં ઋષભ શેટ્ટીની હાજરીમાં જ રણવીરે પેહલાં તો તેનાં પરફોર્મન્સનાં વખાણ કર્યાં હતાં. બાદમાં તેણે ઋષભના શરીરમાં દૈવ પ્રવેશે છે તેવા ક્લાઈમેક્સની નકલ કરી હતી અને દૈવનો ફિમેલ ઘોસ્ટ તરીકે ઉલ્લેખ કરી મજાક ઉડાવી હતી. 

સોશિયલ મીડિયા યૂઝર્સ ભડક્યા

આ વિડીયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યૂઝર્સ ભારે ભડક્યા હતા. કેટલાય લોકોએ જણાવ્યું હતું કે રણવીરે તેમની ભાવનાને ઠેસ પહોંચાડી છે. કેટલાકે લખ્યું હતું કે કદાચ રણવીર આ ફિલ્મને સમજ્યો જ નથી. 

અમુક લોકોએ લખ્યું હતું કે બોલિવુડના મોટા  સ્ટાર્સ હંમેશાં ભારતીય પરંપરાઓ અને પાત્રોને ઉતરતી કક્ષાના દેખાડવાનો પ્રયાસ કરે છે તેનો આ વધુ એક પુરાવો છે.