VIDEO: પાકિસ્તાનમાં પણ 'રામાયણ'નો ડંકો! યુટ્યુબર્સ પણ ટ્રેલર જોઈ આશ્ચર્યચકિત!
નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. રૂંવાડા ઊભા કરી દેતા આ ટ્રેલરમાં રાવણ બનેલા યશ (Yash) અને રામ બનેલા રણબીર કપૂરના ખૂબ વખાણ થઈ રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં, પણ પાકિસ્તાનમાં પણ આ ટ્રેલરની ભારે ચર્ચા થઈ રહી છે. ઘણા પાકિસ્તાની ઈન્ફ્લુએન્સર્સ અને ફિલ્મ ક્રિટિક્સે આ ટ્રેલરનો રિવ્યૂ કર્યો છે અને સરહદ પારથી પણ ખૂબ જ પોઝિટિવ પ્રતિભાવો સામે આવ્યા છે. લોકો આની વાર્તા, ભવ્ય VFX અને સ્ટારકાસ્ટના પર્ફોર્મન્સની પ્રશંસા કરી રહ્યા છે.
ભારતની સાથે પાકિસ્તાનમાં પણ 'રામાયણ'ના ટ્રેલરને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની ક્રિટિક્સે ફિલ્મના ભવ્ય વિઝ્યુઅલ્સ અને કલાકારોની એક્ટિંગના વખાણ કર્યા છે. કોઈકે તેના VFXને ઉત્કૃષ્ટ ગણાવ્યા, તો કોઈકે રણબીર કપૂર અને યશના પર્ફોર્મન્સની પ્રશંસા કરીને ફિલ્મ માટે પોતાની આતુરતા વ્યક્ત કરી હતી.
પાકિસ્તાની ક્રિએટર્સે કર્યા વખાણ
ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર માવિયા ઉમર ફારૂકીએ સોશિયલ મીડિયા પર ટ્રેલરનું રિએક્શન શેર કરતા કહ્યું કે, "આ ફિલ્મનું બજેટ 1000 કરોડ રૂપિયા છે અને તેની અસર ટ્રેલરમાં સ્પષ્ટપણે દેખાય છે." તેમણે ઉમેર્યું કે બોલિવૂડે આ ફિલ્મના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ માટે હોલિવૂડ સાથે મળીને શાનદાર કામ કર્યું છે. તેમણે કહ્યું, "એક પાકિસ્તાની તરીકે હું કહીશ કે ભાઈ, ટ્રેલર જોઈને હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો છું." તેમણે યશ અને રણબીરના પર્ફોર્મન્સને પણ બિરદાવ્યું હતું.
પાકિસ્તાની યુટ્યુબર હસનાત ખાને પોતાની યુટ્યુબ ચેનલ પર 'રામાયણ'ના ટ્રેલરના મુક્તકંઠે વખાણ કર્યા હતા. તેમણે ખાસ કરીને યશના પર્ફોર્મન્સ અને એક્શન સીન્સને ખૂબ જ દમદાર બતાવ્યા હતા. તેમણે ટ્રેલરને "અમેઝિંગ" ગણાવીને તેના VFXની પ્રશંસા કરી હતી.
બે ભાગમાં રિલીઝ થશે 'રામાયણ'
નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બનેલી 'રામાયણ' ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે.
પ્રોડક્શન: નમિત મલ્હોત્રાએ 'પ્રાઈમ ફોકસ સ્ટુડિયો' અને 'મોન્સ્ટર માઈન્ડ ક્રિએશન્સ' સાથે મળીને તેને પ્રોડ્યુસ કરી છે.
સ્ટારકાસ્ટ:
રણબીર કપૂર — ભગવાન રામ
યાશ — રાવણ
સાઈ પલ્લવી — માતા સીતા
રવિ દુબે — લક્ષ્મણ
સની દેઓલ — ભગવાન હનુમાન
VFX અને મ્યુઝિક: ફિલ્મમાં હાઈ-એન્ડ VFX માટે આંતરરાષ્ટ્રીય એક્સપર્ટ્સ સાથે કામ કરવામાં આવ્યું છે, જ્યારે સંગીત ઓસ્કાર વિજેતા હેન્સ ઝિમર (Hans Zimmer) અને એ.આર. રહેમાને તૈયાર કર્યું છે.
રિલીઝ ડેટ: આ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. પહેલો ભાગ દિવાળી 2026 પર અને બીજો ભાગ દિવાળી 2027 પર રિલીઝ થશે.

