VIDEO: અંધેરીમાં સ્પોટ થયા Prince Narula અને Yuvika Chaudhary, નવા પ્રોજેક્ટને લઈને ખૂબ જ એક્સાઈટેડ દેખાઈ અભિનેત્રી
સોર્સ : GSTV
મુંબઈના ગ્લેમરસ અંધેરી વિસ્તારમાં ટીવી જગતનું સૌથી લોકપ્રિય અને ચર્ચિત કપલ યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા કેમેરામાં કેદ થયા હતા. આ જોડી યુવિકાના નવા પોડકાસ્ટના શૂટિંગ માટે પહોંચ્યા હતા. પોડકાસ્ટના સેટ પર યુવિકા ખૂબ જ ઉત્સાહિત અને ફ્રેશ લુકમાં જોવા મળી હતી. સેટ પર શૂટિંગની સાથે-સાથે આ કલાકારોએ મસ્તી-મજાક કરી હતી અને મનોરંજન જગતની અનેક અજાણી વાતો પર ચર્ચા કરી હતી.

