VIDEO: નિતેશ તિવારીની 'રામાયણ'ની ભવ્ય સ્ટારકાસ્ટ: રણબીર, યશ અને સાઈ પલ્લવી સિવાય ટ્રેલરમાં ચમક્યા આ 10 કલાકારો!
રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ' (Ramayana)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આશરે ચાર મિનિટ લાંબા આ ટ્રેલરમાં માત્ર રામ, સીતા અને રાવણ જ નહીં, પરંતુ કૈકેયી, દશરથ, લક્ષ્મણ, મંથરા, શૂરપણખા, વિભીષણ અને મારીચ જેવા ઘણા મહત્વપૂર્ણ પાત્રોની ઝલક પણ જોવા મળી છે. અહીં જાણો કે ટ્રેલરમાં કયા કલાકાર કયા રોલમાં નજરે પડ્યા છે:
યશ (રાવણ)
આટલી મોટી સ્ટારકાસ્ટ વચ્ચે સૌથી વધુ ચર્ચા યશના રાવણ અવતારની થઈ રહી છે. સ્ક્રીન પર તેમની એન્ટ્રી થતાં જ આખું વાતાવરણ બદલાઈ જાય છે. શાનદાર સ્ક્રીન પ્રેઝન્સ, વજનદાર અંદાજ અને ડર પેદા કરતો તેનો લુક બધી લાઈમલાઈટ ચોરી ગયો છે અને દરેક લોકો તેના વખાણ કરતા થાકતા નથી.
રણબીર કપૂર (ભગવાન રામ)
રણબીર કપૂર નિતેશ તિવારીની 'રામાયણ'માં ભગવાન રામનું પાત્ર ભજવી રહ્યા છે. ટ્રેલરમાં તેમનો શાંત, દમદાર અને પ્રભાવશાળી અંદાજ જોવા મળ્યો. આ પહેલાં મેકર્સે તેમના લુકની માત્ર એક નાની ઝલક જ દર્શાવી હતી, પરંતુ ટ્રેલરમાં પહેલીવાર તેમનો આખો લુક અને કેટલાક મહત્વના સીન્સ સામે આવ્યા છે.
સાઈ પલ્લવી (માતા સીતા)
સાઈ પલ્લવી ફિલ્મમાં માતા સીતાના રોલમાં જોવા મળી રહી છે. ટ્રેલરમાં તેમનો સિમ્પલ અને સોબર (ગ્રેસફુલ) લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. રણબીર કપૂર સાથે તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી પણ ખૂબ જામી રહી છે અને ચાહકોનું માનવું છે કે તે આ પાત્ર માટે બિલકુલ પરફેક્ટ છે.
રવિ દુબે (લક્ષ્મણ)
રવિ દુબે ફિલ્મમાં લક્ષ્મણના કિરદારમાં જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં તેમની ઝલક ભલે થોડી સેકન્ડની જ છે, પણ રણબીર કપૂરના રામ સાથે તેમનું સ્ક્રીન પ્રેઝન્સ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. ધનુષ-બાણ સાથે તેમનો યોદ્ધા અવતાર ખૂબ જ દમદાર લાગે છે.
વિવેક ઓબેરોય (વિભીષણ / વિદ્યુતજિહ્વ)
નિતેશ તિવારીની 'રામાયણ'માં વિવેક ઓબેરોય મહત્વનું પાત્ર ભજવી રહ્યા છે. તેમણે આ ફિલ્મમાંથી મળનારી તેમની સમગ્ર ફી કેન્સર પીડિત બાળકોના ઈલાજ માટે દાન કરી દીધી છે. ટ્રેલરના અંતમાં તેમની દમદાર ઝલક જોવા મળે છે.
અરૂણ ગોવિલ (મહારાજ દશરથ)
રામાનંદ સાગરની 'રામાયણ'ના જૂના રામ એટલે કે અરૂણ ગોવિલ આ ફિલ્મમાં ભગવાન રામના પિતા મહારાજ દશરથની ભૂમિકા ભજવી રહ્યા છે. ટ્રેલરમાં તેમના ઘણા સીન્સ દર્શાવવામાં આવ્યા છે, જેને જોઈને લોકોને તેમનો જૂનો રામ વાળો અવતાર યાદ આવી જાય છે.
રકુલ પ્રીત સિંહ (શૂરપણખા)
રણબીર કપૂરની 'રામાયણ'માં રકુલ પ્રીત સિંહે રાવણની બહેન શૂરપણખાનું મહત્વનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં રકુલ પ્રીત સિંહની સુંદરતાએ ચાર ચાંદ લગાવી દીધા છે અને ચાહકો તેમના સતત વખાણ કરી રહ્યા છે.
લારા દત્ત (રાણી કૈકેયી)
નિતેશ તિવારીની ફિલ્મમાં લારા દત્ત કૈકેયીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં લારા દત્ત મહારાજ દશરથની પત્ની રાણી કૈકેયી અને રણબીર કપૂરની માતા તરીકે જોવા મળશે. ટ્રેલરમાં તેમની ઝલક બે વાર જોવા મળી છે.
શીબા ચડ્ડા (મંથરા)
શીબા ચડ્ડા ફિલ્મમાં મહારાણી કૈકેયીની દાસી 'મંથરા'નું કપટી પાત્ર ભજવી રહી છે, જેની સલાહને કારણે ભગવાન રામને 14 વર્ષનો વનવાસ જવું પડે છે. ટ્રેલરમાં તેઓ એક જ સેકન્ડ માટે દેખાય છે.
સૌરભ સચદેવા (મારીચ)
નામિત મલ્હોત્રા દ્વારા પ્રોડ્યુસ કરાયેલી 'રામાયણ'માં સૌરભ સચદેવા મારીચ રાક્ષસની ભૂમિકા ભજવી રહ્યો છે, જે રામને સીતાજીથી દૂર કરવા માટે સોનાના હરણનું રૂપ ધારણ કરે છે.

