Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : television-actor-ravi-dubey-will-play-the-role-of-lakshmana-in-the-film-ramayana-gujarati-news

નિતેશ તિવારી 'રામાયણ'માં આ પાત્રમાં જોવા મળશે રવિ દુબે, સત્તાવાર જાહેરાત કરવાની બાકી

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2024
લાઇવ ટીવીGoogle News
નિતેશ તિવારી 'રામાયણ'માં આ પાત્રમાં જોવા મળશે રવિ દુબે, સત્તાવાર જાહેરાત કરવાની બાકી


 નિતેશ તિવારી પોતાની આગામી ફિલ્મ રામાયણ પર હાલ કાસ્ટિંગ કરી રહ્યો છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે,ફિલ્મમાં લક્ષ્મણનો રોલ નિભાવવા માટે ટેલિવિઝન અભિનેતા રવિ દુબેને પસંદ કરવામાં આવ્યો છે. જોકે નિતેશ તિવારીએ આ બાબતે સત્તાવાર ધોષણા કરી નથી. ઉલ્લેખનીય છે કે, રવિ દુબે જમાઇ રાજા સિરીયલથી લોકપ્રિય થયો હતો. થોડા સમયથી 
તે નિર્માતા તરીકે કામ કરી રહ્યો છે. 

App Store

હજી થોડા દિવસો પહેલા જ સમાચાર હતા કે, આ ફિલ્મમાં વિભીષણના રોલમાં હર્મન બાવેજા જોવા મળવાનો છે. આ પાત્ર માટે પહેલાવિજય સેતુપતિનું નામ બોલાયું હતું. 


નિતેશ તિવારીની રામાયણમાં રામની ભૂમિકા રણબીર કપૂર, સીતાના પાત્રમાં સાંઇ પલ્લવી, રાવણના રોલમાં યશ અને હનુમાનની ભૂમિકા સની દેઓલ ભજવશે.