Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Nayantara's Devi Avatar: 'Maha Shakti'teaser to release in November

VIDEO: નયનતારાનો દેવી અવતાર: 'મહાશક્તિ'નું ટીઝર રિલીઝ, નવેમ્બરમાં મોટા પડદે થશે ધમાકો

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

‘હનુમાન અંશ’ની આસ્થા અને ભક્તિથી દર્શકોના દિલ જીત્યા બાદ હવે મોટા પડદા પર વધુ એક દેવી શક્તિની એન્ટ્રી થવા જઈ રહી છે. સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્ર ‘મુકુથી અમ્મન’ તરીકે વાપસી કરી રહી છે. તેમની આગામી ફિલ્મ ‘મહાશક્તિ’નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, જેણે પ્રેક્ષકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. 2020માં આવેલી ફિલ્મ ‘મુકુથી અમ્મન’માં નયનતારાએ દેવીના પાત્રમાં લોકોના દિલ જીત્યા હતા, અને હવે આ સિક્વલમાં પણ તેઓ આ જ પાત્રને આગળ ધપાવતા જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન સુંદર સી કરી રહ્યા છે.

App Store

મેકર્સે સોમવારે 2.32 મિનિટનું ‘મહાશક્તિ’નું ટીઝર રિલીઝ કર્યું છે, જે રોમાંચ ઊભો કરનારું છે. ટીઝર જોયા બાદ ચાહકોને ‘બાહુબલી’ ફિલ્મની યાદ આવી રહી છે.

ટીઝરમાં દેખાઈ ભવ્ય દુનિયા

‘મહાશક્તિ’ના ટીઝરમાં શાનદાર વિઝ્યુઅલ્સ, મોટા પાયાના દ્રશ્યો અને રહસ્યથી ભરેલી દુનિયાની ઝલક જોવા મળે છે. નયનતારાનું પાત્ર પહેલા કરતા વધુ દમદાર અને પ્રભાવશાળી અંદાજમાં નજરે પડે છે. આ વખતે વાર્તાનો કેનવાસ પહેલા કરતા ઘણો મોટો હશે તેવા સંકેત મળે છે. વિઝ્યુઅલ ટ્રીટમેન્ટ જોતા સ્પષ્ટ થાય છે કે ‘મહાશક્તિ’ માત્ર એક સિક્વલ નથી, પરંતુ મુકુથી અમ્મનની દુનિયાને વધુ વિસ્તાર આપતી ફિલ્મ છે.

નયનતારા સાથે મોટી સ્ટારકાસ્ટ

ફિલ્મમાં નયનતારા ઉપરાંત રેજીના કસાન્ડ્રા, યોગી બાબુ અને ઉર્વશી સહિતના અનેક કલાકારો જોવા મળશે. ફિલ્મનું નિર્માણ ડૉ. ઈશારી કે. ગણેશે વેલ્સ ફિલ્મ ઈન્ટરનેશનલના બેનર હેઠળ અવની મીડિયા, આઈવીવાય એન્ટરટેઈનમેન્ટ અને રાઉડી પિક્ચર્સ સાથે મળીને કર્યું છે.

5 ભાષાઓમાં થશે રિલીઝ

મેકર્સે આ ફિલ્મને મોટા પાયે રિલીઝ કરવાની તૈયારી કરી છે. ફિલ્મ નવેમ્બરમાં હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં થિયેટરોમાં આવશે. ઉત્તર ભારતમાં ફિલ્મનું ડિસ્ટ્રિબ્યુશન AA ફિલ્મ્સ સંભાળશે.

‘હનુમાન અંશ’ બાદ ધાર્મિક ફિલ્મોની ચર્ચા વધી

તાજેતરમાં ‘હનુમાન અંશ’ ફિલ્મે આસ્થા અને આધ્યાત્મિકતા આધારિત વાર્તાના દમ પર બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મે વર્ડ-ઓફ-માઉથ પબ્લિસિટીથી મોટી સંખ્યામાં દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચ્યા હતા. હવે ‘મહાશક્તિ’ના ટીઝરે ફરી એકવાર આધ્યાત્મિક વાર્તાઓ પ્રત્યે દર્શકોનો રસ વધારી દીધો છે. બંને ફિલ્મોની વાર્તા અને પાત્રો અલગ હોવા છતાં, આસ્થા અને શક્તિ મુખ્ય તત્વો છે. તેવામાં નવેમ્બરમાં રિલીઝ થનારી નયનતારાની ‘મહાશક્તિ’ દર્શકો પર કેવો પ્રભાવ પાડે છે તે જોવું રસપ્રદ રહેશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News