Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Madhavan also enters Rajamouli's mega budget film

રાજામૌલીની ફિલ્મમાં થઈ Madhavanની એન્ટ્રી, ફરી એકવાર નેગેટિવ રોલમાં જોવા મળશે અભિનેતા

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2025
લાઇવ ટીવીGoogle News
રાજામૌલીની ફિલ્મમાં થઈ Madhavanની એન્ટ્રી, ફરી એકવાર નેગેટિવ રોલમાં જોવા મળશે અભિનેતા

રાજામૌલીની 1000 કરોડનું મેગા બજેટ ધરાવતી ફિલ્મ 'એસએસએમબી29' માં હવે આર. માધવન (R. Madhavan) ની પણ એન્ટ્રી થઈ છે. માધવન (R. Madhavan) ફિલ્મમાં નેગેટિવ રોલ કરવાનો છે. તે ફિલ્મમાં પ્રિયંકા ચોપરા તથા મહેશબાબુ સહિતના કલાકારો સાથે સ્ક્રીન શેર કરશે. 

App Store

જોકે, રાજામૌલીએ હજુ સુધી માધવનના કાસ્ટિંગ બાબતે ઔપચારિક જાહેરાત નથી કરી. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. તેના શૂટિંગ માટે પ્રિયંકા અગાઉ ભારત પણ આવી ચુકી છે. 

ફિલ્મની સ્ટોરી સહિતની બાબતો હજુ જાહેર નથી કરવામાં આવી. રાજામૌલીએ ફિલ્મના સેટ પર એવી તકેદારી રાખી છે કે વાર્તા અથવા તો કલાકારોનાં પાત્ર વિશેની કોઈ બાબતો લીક ન થાય.