Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Know which Actor Charged the Highest Fee for Dhurandhar 2

VIDEO: 275 કરોડની 'Dhurandhar 2' માં કયા એક્ટરે લીધી સૌથી વધુ ફી? કોને મળ્યા સૌથી ઓછા પૈસા?

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આદિત્ય ધરની ફિલ્મ 'ધૂરંધર 2' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. આ ફિલ્મ 19 માર્ચે રિલીઝ થઈ રહી છે અને 18 માર્ચે પેઈડ પ્રિવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. ફિલ્મને લઈને ભારે ચર્ચા થઇ રહી છે. એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, અને ઘણા શો હાઉસફુલ થઈ રહ્યા છે. 275 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ રણવીર સિંહ, સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન અભિનીત મલ્ટીસ્ટારર ફિલ્મ છે. ચાલો જાણીએ કે દરેક એક્ટરે ફિલ્મ માટે કેટલા પૈસા લીધા છે.

App Store

રણવીર સિંહ

એક અહેવાલ અનુસાર, રણવીર સિંહે 'ધૂરંધર 2' માટે 50 કરોડ રૂપિયા લીધા છે, જેના કારણે તે ફિલ્મમાં સૌથી વધુ ફી લેનાર અભિનેતા બન્યો છે. ફિલ્મમાં રણવીર સિંહ હમઝા અને જસકીરત સિંહ રંગીની ભૂમિકામાં જોવા મળશે.

સંજય દત્ત

સંજય દત્ત ફિલ્મમાં ચૌધરી અસલમની ભૂમિકા ભજવશે. અહેવાલ મુજબ સંજયે આ ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા લીધા છે. આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે.

આર. માધવન

ફિલ્મમાં આર. માધવન અજય સાન્યાલનું પાત્ર ભજવે છે. તેણે ફિલ્મ માટે 9 કરોડ રૂપિયા લીધા હોવાના અહેવાલ છે.

અર્જુન રામપાલ

ફિલ્મમાં અર્જુન રામપાલ વિલનની ભૂમિકા ભજવે છે. તેણે ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાના અહેવાલ છે. ફિલ્મમાં અર્જુન મેજર ઇકબાલનું પાત્ર ભજવે છે.

સારા અર્જુન

ફિલ્મમાં સારા અર્જુન ફિમેલ લીડ રોલમાં છે. તેણે ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાનું માનવામાં આવે છે. તે રણવીર સિંહના પાત્ર હમઝાની પત્ની યલિના જમાલીનું પાત્ર ભજવે છે.

અક્ષય ખન્ના

જોકે અક્ષય ખન્નાના પાત્ર રહેમાન ડકૈતનું પહેલા ભાગમાં મૃત્યુ થયું હતું, પરંતુ એવા અહેવાલો છે કે આ ભાગમાં ફ્લેશબેક તેની સિક્વન્સનો સમાવેશ થશે અને અક્ષય ખાસ ભૂમિકા ભજવશે. અક્ષય ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કર્યાના અહેવાલ છે. ફિલ્મમાં અક્ષયની એન્ટ્રી અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર નથી પાડવામાં આવી.

આ ફિલ્મ ડિસેમ્બર 2025માં રિલીઝ થયેલી 'ધુરંધર' ફિલ્મની સિક્વલ છે. 'ધુરંધર' એક બ્લોકબસ્ટર હિટ ફિલ્મ હતી.