Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Kerala's Kezia Liz Majo Becomes‘ Miss Universe India 2026 ’, Her Glamorous Look Wins Fans' Hearts

VIDEO: કેરળની કેઝિયા લિઝ મેજો બની ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026’, તેમના ગ્લેમરસ લુકે ચાહકોનું જીત્યું દિલ

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેરળની 19 વર્ષની કેઝિયા લિઝ મેજો (Kaziah Liz Mejo)એ ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026’નો ખિતાબ પોતાના નામે કર્યો છે. 23 ઓગસ્ટે જયપુરમાં યોજાયેલા ગ્રાન્ડ ફિનાલે (Grand Finale)માં કેઝિયાએ શાનદાર પ્રદર્શન કરીને ટોચના પાંચ સ્પર્ધકોમાં સ્થાન મેળવ્યું અને અંતે સૌંદર્યનો તાજ પોતાના માથે સજાવ્યો. તેમની સુંદરતા સાથે આત્મવિશ્વાસ અને બેફિકર અંદાજે પણ સૌનું ધ્યાન ખેંચ્યું.

App Store

કેઝિયા લૉ સ્ટુડન્ટ (Law Student), મોડલ (Model) અને પ્રશિક્ષિત ક્લાસિકલ ડાન્સર (Classical Dancer) પણ છે. અગાઉ તેઓ ‘મિસ ટીન ઈન્ટરનેશનલ’માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં છે, જ્યાં તેઓ પ્રથમ રનર-અપ રહ્યાં હતાં. આ ઉપરાંત તેમણે ‘મિસ યુનિવર્સ કેરળ 2026’નો ખિતાબ પણ જીત્યો હતો.

રોયલ બ્લૂ ગાઉનમાં ગ્લેમરસ અંદાજ

કેઝિયા રોયલ બ્લૂ રંગના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમણે બન હેરસ્ટાઇલ (Bun Hairstyle) અને મિનિમલ મેકઅપ (Minimal Makeup) સાથે આ લુક પૂર્ણ કર્યો છે. તેમની આત્મવિશ્વાસભરી અદા આ લુકને વધુ ખાસ બનાવે છે.

ઓફ-વ્હાઇટ ગાઉનમાં કેઝિયાનો કેઝ્યુઅલ લુક

ઓફ-વ્હાઇટ બોડીકૉન ગાઉનમાં કેઝિયા એકદમ સ્ટાઇલિશ જોવા મળે છે. ખુલ્લા વાળ (Open Hair), હળવી જ્વેલરી અને સાદા મેકઅપ સાથે તેમનો આ લુક ખૂબ જ આકર્ષક છે. જોકે આ તસવીરમાં તેમની સ્મિત સૌથી વધુ ધ્યાન ખેંચે છે.

સાદગીમાં પણ દેખાય છે અલગ જ નૂર

કેઝિયાની કેટલીક તસવીરોમાં તેમની સાદગી અને આત્મવિશ્વાસનો સુંદર મેળ જોવા મળે છે. 19 વર્ષની ઉંમરે જ તેમણે મોડેલિંગની દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી છે.

હાઈ-સ્લિટ ગાઉનમાં રોયલ અંદાજ

રોયલ બ્લૂ હાઈ-સ્લિટ ગાઉન અને ક્રિસ્ટલ કોર્સેટમાં કેઝિયાનો લુક ખૂબ જ શાનદાર છે. સ્લીક હેરસ્ટાઇલ, નાજુક માથાપટ્ટી અને આર્મ-કફે તેમના લુકને વધુ ભવ્ય બનાવ્યો છે.

સફેદ ડ્રેસમાં સાદગી અને સુંદરતા

ક્લાસિક સફેદ સ્ટ્રેપી ડ્રેસમાં કેઝિયા ખૂબ જ એલિગન્ટ (Elegant) લાગી રહી છે. મિનિમલ પેન્ડન્ટ અને પ્રિન્ટેડ સ્કાર્ફવાળો હેન્ડબેગ તેમના લુકને સ્ટાઇલિશ બનાવે છે. તેમના લુક અને શાનદાર પ્રદર્શનને જોતા કેઝિયાને ‘બ્યૂટી વિથ બ્રેઇન’ કહેવું યોગ્ય છે. પોતાના ક્લોઝિંગ રિમાર્કમાં તેમણે સંઘર્ષ અને મહિલાઓ માટે પ્રેરણા બનવાની વાત પણ કરી હતી.