મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'કલ્કિ 2898 એડી'ની ટિકિટ ખરીદવામાં દર્શકોમાં ભારે ઉત્સાહ, 'બુક માય શો'ની વેબસાઇટ ક્રેશ

'કલ્કિ 2898 એડી' ફિલ્મની ટિકિટો માટે દર્શકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દ

'કલ્કિ 2898 એડી'ની ટિકિટ ખરીદવામાં દર્શકોમાં ભારે ઉત્સાહ, 'બુક માય શો'ની વેબસાઇટ ક્રેશ

'કલ્કિ 2898 એડી'  ફિલ્મની ટિકિટો માટે દર્શકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દરમિયાન બુક માય શોની વેબસાઇટ ક્રેશ થઈ છે. જે દર્શાવે છે કે દર્શકોમાં આ ફિલ્મને વહેલા તે પહેલા ધોરણે જોવા માટે કેટલા ઉત્સાહિત છે. આ ફિલ્મ 27 જૂન 2024ના રોજ રીલીઝ થઈ રહી છે. દર્શકો માટે ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે. તેમાં જાણીતી વેબસાઇટ 'બુક માય શો'ની વેબસાઇટ પર ધસારો વધતાં વેબસાઇટ ઠપ્પ થઈ ગઈ છે. 

રવિવારે સાંજથી ટિકિટનું વેચાણ શરૂ થયું હતું

તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકમાં 23 જૂનના રોજ સાંજથી  ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું હતું અને ત્યારથી લોકો ફટાફટ ટિકિટ બુક કરાવી રહ્યા છે, જેના પરિણામે વેબસાઈટ જ ક્રેશ થઈ ગઈ. જે રીતે ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે તે જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પહેલા જ દિવસે દુનિયાભરમાં 200 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે.

અંદાજે 600 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સહિત ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. આ એક Sky-Fi ફિલ્મ છે જેણે ખૂબ જ ધૂમ મચાવી છે. આ ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને એક રિપોર્ટ અનુસાર તેને તેલુગુ વર્ઝન તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હિન્દી સિવાય આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને અંગ્રેજી ભાષામાં પણ રિલીઝ થશે.

'કલ્કિ 2898 એડી'ને સૌથી વધુ પ્રતિસાદ ક્યાંથી મળ્યો?

ફિલ્મના તેલુગુ વર્ઝનની કુલ 90 હજારથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. કમાણીના આંકડા જાહેર કરતી વખતે, સેક્નિલ્કે તેના એક અહેવાલમાં લખ્યું છે કે તમિલ સંસ્કરણમાંથી ફિલ્મની માત્ર 2204 ટિકિટો વેચાઈ છે. અત્યાર સુધીમાં હિન્દી વર્ઝનની 5 હજારથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે અને આ સિવાય હિન્દીના IMAX વર્ઝનની લગભગ 550 ટિકિટો વેચાઈ ચૂકી છે. 'કલ્કિ 2898 એડી'ને મલયાલમ સંસ્કરણ તરફથી સૌથી ખરાબ પ્રતિસાદ મળ્યો છે. એડવાન્સ બુકિંગ દ્વારા અત્યાર સુધી ફિલ્મની કુલ કમાણી માત્ર 2 કરોડ 85 લાખ રૂપિયા રહી છે. સ્વાભાવિક છે કે ભવિષ્યમાં આ આંકડો વધવાની ધારણા છે. પણ કેટલું? આ ટૂંક સમયમાં સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો