Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Hrithik Roshan praised for 'Dhurandhar'; Film director Aditya Dhar reacts

હૃતિક રોશને કર્યા 'ધુરંધર'ના વખાણ, ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ધરે આપી પ્રતિક્રિયા

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
હૃતિક રોશને કર્યા 'ધુરંધર'ના વખાણ, ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ધરે આપી પ્રતિક્રિયા
સોર્સ : GSTV

Dhurandhar: રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. બોલિવૂડના અનેક સેલેબ્સે ફિલ્મની પ્રશંસા કરી છે, જેમાં હૃતિક રોશન પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ એક પોસ્ટ કરીને 'ધુરંધર'ની ખૂબ પ્રશંસા કરી, પરંતુ આ સાથે જ તેણે ફિલ્મની રાજનીતિ પર અસંમતિ પણ વ્યક્ત કરી. જોકે, બીજી એક પોસ્ટમાં હૃતિક રોશને 'ધુરંધર'ને એક શાનદાર સિનેમા ગણાવી અને સ્ટાર કાસ્ટના પરફોર્મન્સની ખૂબ પ્રશંસા કરી. હવે આ પોસ્ટ પર ધુરંધર ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધરે પ્રતિક્રિયા આપી છે.

App Store

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હૃતિક રોશને પોસ્ટ કરી, જેમાં ધુરંધરના દરેક કલાકારની પ્રશંસા કરીને તેમને અદ્ભુત ગણાવ્યા. આ સાથે જ કહ્યું કે, 'અક્ષય ખન્ના હંમેશા મારા પ્રિય કલાકારોમાંથી એક રહ્યો છે. ધુરંધર હજુ પણ મારા દિમાગમાંથી નીકળી નથી રહી. આદિત્ય ધર  તમે એક શાનદાર મેકર્સ છો અને રણવીર સિંહ મૌનથી લઈને ગુસ્સા સુધી, ફિલ્મમાં તમારી શું શાનદાર સફર રહી છે. અક્ષય ખન્ના હંમેશાથી મારા પ્રિય રહ્યા છે, અને આ ફિલ્મ તેનો પુરાવો છે.'

હૃતિક રોશન 'ધુરંધર-2' માટે ખૂબ ઉત્સાહિત

તેણે આગળ લખ્યું કે, 'આર. માધવન તમારી એક્ટિંગ ખૂબ જ શાનદાર છે. શક્તિ અને ગરિમા સાથે તમે સ્ક્રીન પર શું ગંભીરતા દેખાડી છે. પરંતુ યાર રાકેશ બેદી, તમે જે કર્યું તે જબરદસ્ત હતું. શું એક્ટ હતું, શાનદાર. બધાને, ખાસ કરીને મેકઅપ અને પ્રોસ્થેટિક્સ ડિપાર્ટમેન્ટ માટે તાળીઓ. હું પાર્ટ-2 માટે ખૂબ ઉત્સાહિત છું અને રાહ નથી જોઈ શકતો.'

હૃતિક રોશનને ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ધરનો જવાબ

હૃતિક રોશનની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા આદિત્ય ધરે લખ્યું કે, ધુરંધર માટે તમારા પ્રેમ માટે હું ખૂદને ખુબ આભારી અનુભવી રહ્યો છું હૃતિક સર. દરેક એક્ટર અને ડિપાર્ટમેન્ટે પોતાનું 100 પર્સેન્ટથી વધુ આપ્યું છે અને તમારી પ્રશંસા આખી ટીમ માટે એક મોટું પ્રોત્સાહન છે. તેમની પ્રતિભાનીનો જશ્ન મનાવવા બદલ આભાર. પાર્ટ-2 આવી રહ્યો છે અને અમે આ પ્રોત્સાહન પર ખરા ઉતરવા માટે સંપૂર્ણ પ્રયાસ કરીશું. 

'ધુરંધર'ના વખાણ, પણ રાજનીતિ પર અસહમતિ

હૃતિક રોશને ઇન્સ્ટાગ્રામ પર 'ધુરંધર'ની સ્ટોરી શેર કરતાં  લાંબો મેસેજ લખ્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે, 'મને સિનેમા ગમે છે, મને એવા લોકો ગમે છે જે કોઈ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને સ્ટોરીને કંટ્રોલ કરે છે. જ્યાં સુધી તેઓ જે ઇચ્છે છે તે સ્ક્રીન પર ન આવે ત્યાં સુધી તેને ફેરવે છે અને સ્ટોરી આગળ ચલાવે છે. 'ધુરંધર' તેનું એક ઉદાહરણ છે. વાર્તા કહેવાની રીત ગમી. આ જ સિનેમા છે.'

તેણે આગળ લખ્યું કે, 'હું ફિલ્મની રાજનીતિ સાથે સહમત થઈ શકતો નથી અને આ વાત પર ચર્ચા કરી શકું છું કે દુનિયાના નાગરિક હોવાને નાતે ફિલ્મમેકર્સને શું જવાબદારીઓ ઉઠાવવી જોઈએ. તેમ છતાં, હું આ વાતને નજરઅંદાજ કરી શકતો નથી કે સિનેમાના એક વિદ્યાર્થી તરીકે મને આ ફિલ્મ કેટલી પસંદ આવી અને મેં તેમાંથી શું શીખ્યું છે.'

ધુરંધરનો બિઝનેસ 200 કરોડને પાર

તમને જણાવી દઈએ કે, રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર'ને આદિત્ય ધરે લખી છે અને ડાયરેક્ટ કરી છે. તે ફિલ્મના કો-પ્રોડ્યૂસર પણ છે. રણવીર સિંહ ઉપરાંત, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ, સંજય દત્ત, સારા અર્જુન અને રાકેશ બેદી મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મે ભારતમાં માત્ર આઠ દિવસમાં જ 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે, અને તેની સિક્વલને લઈને પહેલેથી જ જોરદાર માહોલ બની ગયો છે.