પાકિસ્તાનના કારણે ફિલ્મ ‘ધુરંધર’ને મોટું નુકસાન! આ દેશોએ લગાવ્યો પ્રતિબંધ

અભિનેતા રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘ધુરંધર’ હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પહેલા જ અઠવાડિયામાં આ સ્પાઈ થ્રિલર એક્શન ફિલ્મે વિશ્વભરમાં ૩૦૦ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી લીધું છે. આનાથી સાબિત થાય છે કે દેશમાં જ નહીં, વિદેશમાં પણ તેને જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે.
ફિલ્મ પર પ્રતિબંધ કેમ લગાવવામાં આવ્યો?
રિપોર્ટ્સ પ્રમાણે, ફિલ્મ ‘ધુરંધર’ને ‘પાકિસ્તાન વિરોધી’ તરીકે જોવામાં આવી રહી છે. આ જ કારણથી મુસ્લિમ દેશોમાં આ ફિલ્મના પ્રદર્શન પર રોક લગાવી દેવામાં આવી છે. જોકે આ પહેલી વાર નથી જ્યારે ખાડી દેશોમાં બોલિવૂડની ફિલ્મો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય. ધુરંધર પહેલાં ‘સ્કાઈ ફોર્સ’, ‘ધ ડિપ્લોમેટ’ અને ‘ધ કશ્મીર ફાઇલ્સ’ પણ પ્રતિબંધિત થઈ ચૂકી છે. 'ધુરંધર'ની ટીમે ખાડી દેશોમાં રિલીઝ માટે ઘણી કોશિશો કરી હતી, પરંતુ તમામ દેશોએ ફિલ્મના કન્ટેન્ટને નકારી કાઢ્યો હતો. આ નિર્માતાઓ માટે મોટો આંચકો છે.
દેશમાં ‘ધુરંધર’ને લઈને અપાર ક્રેઝ
આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધર’ કાંધાર હાઇજેક, સંસદ ભવન પર થયેલા હુમલા અને મુંબઈના ૨૬/૧૧ આતંકવાદી હુમલા પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત આર. માધવન, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ અને સંજય દત્ત મહત્વની ભૂમિકામાં છે. આ ઉપરાંત અભિનેત્રી સારા અર્જુનએ ‘ધુરંધર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.

