Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Hollywood's Tom Holland was seen in a native estimate! Indian fans were shocked to see 'Spiderman' drinking cutting tea

VIDEO: હોલીવુડનો ટોમ હોલેન્ડ જોવા મળ્યો દેશી અંદાજમાં! 'સ્પાઈડરમેન'ને કટિંગ ચા પીતા જોઈ ભારતીય ફેન્સ થયા ફિદા

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

શનિવારે મુંબઈમાં ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ 'ધ ઓડિસી' (The Odyssey)નું ભારતીય પ્રીમિયર યોજાયું હતું. ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે ફિલ્મમેકરની સાથે ટોમ હોલેન્ડ અને મેટ ડેમન પણ હાજર હતા. પરંતુ ત્યાં જતા પહેલાં, આ ટીમે દેશી અંદાજમાં એક નાનકડો બ્રેક લીધો હતો. યુનિવર્સલ પિક્ચર્સ ઈન્ડિયાએ ભારતમાં 'ધ ઓડિસી'ના પ્રીમિયર પહેલાં નોલાન, ટોમ હોલેન્ડ અને ડેમનની તસવીરો પોસ્ટ કરી હતી. જાણવા મળ્યું છે કે આ ત્રણેય ચા પીવા માટે એક કેફેમાં રોકાયા હતા.

App Store

તસવીરો પોસ્ટ કરતા તેમણે લખ્યું, 'મુંબઈમાં 'ધ ઓડિસી' ના પ્રીમિયર પહેલાં ચા માટે એક નાનકડો બ્રેક. એક મોટી રાતની રાહ જોવાઈ રહી છે, પરંતુ ચા સૌથી પહેલાં! #OdysseyMumbaiPremiere.' તસવીરોમાં ફિલ્મમેકર અને કલાકારો દેશી ચાની મજા માણતા જોવા મળી રહ્યા છે, સાથે બન-મસ્કા અને કેટલીક મીઠાઈઓ (ડેઝર્ટ) પણ છે જે તેમના દિવસને વધુ મધુર બનાવી રહી છે. કેફેમાં હાજર અન્ય લોકો પણ તેમની તસવીરો લેતા જોવા મળ્યા હતા.

સ્પાઈડરમેન પર ફિદા થયા ફેન્સ

આ તસવીર પર પ્રતિક્રિયા આપતા એક X (ટ્વિટર) યુઝરે મજાકમાં કહ્યું, 'રેડ કાર્પેટ પહેલાં ચા નો બ્રેક.' અન્ય એક યુઝરે લખ્યું, 'બસ કરો, તેઓ કેટલા ક્યૂટ લાગી રહ્યા છે.' એક ફેન્સે કમેન્ટ કરી, 'ટોમને ચા પીતો જોઈને મને ‘સ્પાઈડરમેન: એક્રોસ ધ સ્પાઈડરવર્સ’ માં સ્પાઈડરમેન ઈન્ડિયા પવિત્ર પ્રભાકરની પોતાની આન્ટી માયા (મે) સાથે ચા પીવાની યાદ આવી ગઈ', જ્યારે બીજા એક યુઝરે લખ્યું, 'GOAT (ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ) એ આ શહેરને આશીર્વાદ આપ્યા.' કેટલાક લોકોએ એવું પણ વિચાર્યું કે રોબર્ટ પેટિન્સન તેમની સાથે ભારત કેમ ન આવ્યો.

'ધ ઓડિસી' ની રિલીઝ ડેટ

મેટ ડેમન, એન હેથવે, ટોમ હોલેન્ડ, રોબર્ટ પેટિન્સન, લુપિતા ન્યોંગો, સામંથા મોર્ટન, ઝેન્ડાયા અને ચાર્લીઝ થેરોન સ્ટારર ફિલ્મ 'ધ ઓડિસી' ૧૭ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. નોલાને જણાવ્યું કે તેઓ 'ટેનેટ' (Tenet) નું પ્રીમિયર ભારતમાં કરવા માંગતા હતા. તેમણે કહ્યું, 'અમે વાસ્તવમાં 'ટેનેટ' ની સાથે જ ભારત આવવા માંગતા હતા, કારણ કે અમે તેનું શૂટિંગ મુંબઈમાં કર્યું હતું, પરંતુ મહામારી (કોરોના) ના કારણે એવું ન થઈ શક્યું. અને હવે આખરે અમે 'ધ ઓડિસી' સાથે આવું કરી રહ્યા છીએ. આ ખૂબ જ રોમાંચક છે. અમે એક વર્ષથી આવું કરવા માંગતા હતા.'

ટોમ હોલેન્ડે શું કહ્યું?

ટોમ હોલેન્ડે પ્રીમિયર દરમિયાન કહ્યું, 'સાચે જ એવું લાગ્યું કે આ ફિલ્મ સિનેમા માટે, અને તેથી જ અમારા દર્શકો માટે એક લવ લેટર (પ્રેમ પત્ર) છે. મને લાગે છે કે દરરોજ એ દબાણ અનુભવવું ખરેખર રોમાંચક હતું, અને કેટલીક પરિસ્થિતિઓમાં, દબાણ એ એક સૌભાગ્યની વાત હોય છે. તમે એ દિલના દર્દને અનુભવી શકશો જેને મેટે ખૂબ જ સુંદર રીતે દર્શાવ્યું છે. તમે એન હેથવેની પેનેલોપની તડપને અનુભવી શકશો... લોકો આ ફિલ્મ જોશે અને તેમને ક્રિસના કામ તથા અમારા કામ સાથે એક એવો જોડાણ અનુભવાશે જે ખરેખર અનોખો અને ઊંડો છે.'

'ધ ઓડિસી' ને લોકો તરફથી મળ્યો સારો રિસ્પોન્સ

ભારતમાં પ્રીમિયર બાદ 'ધ ઓડિસી'ને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. હવે એ જોવાનું બાકી રહે છે કે રિલીઝ થયા પછી આ ફિલ્મ કેવું પ્રદર્શન કરે છે.