ધર્મેન્દ્રના અવસાન પછી સામે આવી હેમા માલિનીની પહેલી પ્રતિક્રિયા, એકસાથે શેર કરી આટલી પોસ્ટ

ધર્મેન્દ્રના અવસાનથી દેઓલ પરિવાર અને તેમના ફેન્સ શોકમાં છે. આખું બોલીવુડ તેમના નુકસાન પર શોક વ્યક્ત કરી રહ્યું છે. ધર્મેન્દ્રના અવસાન પછી, અભિનેતાના ઘરે સેલિબ્રિટીઓ પહોંચી રહ્યો છે. પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર નથી કરવામાં આવી, પરંતુ હવે ધર્મેન્દ્રના બીજા પત્ની અને ભાજપ સાંસદ, હેમા માલિનીએ પોતાની પહેલી પ્રતિક્રિયા શેર કરી છે. અભિનેત્રીએ પોતાના એક્સ એકાઉન્ટ પર ત્રણ પોસ્ટ શેર કરી, જેમાં પોતાની હૃદયસ્પર્શી લાગણીઓ વ્યક્ત કરી છે. તેમણે ઘણા ફોટો સાથે એક ભાવનાત્મક નોટ પણ શેર કરી. આ પોસ્ટ્સ હેમા માલિનીના ધર્મેન્દ્ર પ્રત્યેના શુદ્ધ પ્રેમને પ્રતિબિંબિત કરે છે.
હેમા માલિનીએ આ લખ્યું
હેમા માલિનીએ પહેલા એક્સ પર એક લાંબી નોટ શેર કરી હતી. તેમણે લખ્યું, "ધરમજી, તેઓ મારા માટે ઘણું બધું હતા. એક પ્રેમાળ પતિ, અમારી બે પુત્રીઓ, ઈશા અને આહના માટે એક પ્રેમાળ પિતા, એક મિત્ર, એક ફિલોસોફર, એક માર્ગદર્શક, એક કવિ, જ્યારે પણ મને તેમની જરૂર હોય ત્યારે મારા 'ગો ટૂ' વ્યક્તિ, તેઓ ખરેખર મારા માટે બધું જ હતા! તેઓ હંમેશા સારા અને ખરાબ સમયમાં મારી સાથે રહ્યા છે. તેમણે તેમના સરળ, મૈત્રીપૂર્ણ વર્તનથી મારા પરિવારના બધા સભ્યોને તેમના પોતાના બનાવ્યા, હંમેશા તેમનામાં પ્રેમ અને રસ દર્શાવ્યો. એક પબ્લિક પર્સનાલિટી તરીકે, તેમની પ્રતિભા, તેમની લોકપ્રિયતા છતાં તેમની નમ્રતા અને તેમની યુનિવર્સલ અપીલ તેમને બધા લેજેન્ડમાં એક અનોખા પ્રતીક તરીકે અલગ પાડ્યા."
હેમા માલિનીએ દુઃખ વ્યક્ત કર્યું
હેમા માલિનીએ આગળ લખ્યું, "ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની કાયમી ખ્યાતિ અને સફળતા હંમેશા રહેશે. મારું વ્યક્તિગત નુકસાન શબ્દોમાં નથી વર્ણવી શકાતું અને તેમણે જે ખાલીપણું સર્જ્યું છે તે મારા બાકીના જીવન માટે રહેશે. વર્ષો સાથે રહ્યા પછી, મારી પાસે ઘણી ખાસ ક્ષણોને ફરીથી જીવવા માટે ઘણી યાદો બાકી છે." થોડા સમય પછી, તેમણે બીજી પોસ્ટમાં ઘણા ફોટો શેર કર્યા, જેમાં ધર્મેન્દ્ર અને હેમા માલિનીનો પ્રેમ સ્પષ્ટ રીતે દેખાય છે. કેપ્શનમાં, તેમણે લખ્યું, "કેટલીક યાદગાર ક્ષણો..."
હેમા માલિનીએ ત્રીજી પોસ્ટ પણ શેર કરી. આ પોસ્ટમાં, તેમણે લખ્યું, "આટલા વર્ષોથી સાથે - હંમેશા અમારા માટે, કેટલીક ખાસ ક્ષણો..." આ પોસ્ટમાં, હેમા માલિનીએ ઘણા ફોટો શેર કર્યા. દરેક ફોટોમાં, હેમા માલિની ધર્મેન્દ્રની ખૂબ નજીક જોવા મળે છે.
હેમા-ધર્મેન્દ્રની લવ સ્ટોરી
હેમા માલિની અને ધર્મેન્દ્રના લગ્ન 21 ઓગસ્ટ, 1979ના રોજ થયા હતા. ધર્મેન્દ્ર તે સમયે પહેલાથી જ પરિણીત હતા અને છૂટાછેડા નહતા લઈ શકતા, તેથી તેઓએ લગ્ન પહેલા ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો અને નવા નામ રાખ્યા, દિલાવર ખાન અને આયેશા બી. તેમના લગ્ન એક ખાનગી અને સાદા સમારંભમાં થયા હતા જેમાં ફક્ત નજીકના લોકો જ હાજર હતા. ફિલ્મોમાં રોમેન્ટિક કપલ તરીકે પ્રખ્યાત, હેમા અને ધર્મેન્દ્ર વાસ્તવિક જીવનમાં પણ સાથે હતા અને તેમની લવ સ્ટોરી હજુ પણ બોલિવૂડની સૌથી ચર્ચિત વાર્તાઓમાંની એક માનવામાં આવે છે. તેમને બે પુત્રીઓ છે, આહના અને ઈશા.

