Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Harsh-Bharti became parents for second time

હર્ષ-ભારતી બીજી વખત બન્યા પેરેન્ટ્સ, લાફ્ટરક્વીને આપ્યો પુત્રને જન્મ

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
હર્ષ-ભારતી બીજી વખત બન્યા પેરેન્ટ્સ, લાફ્ટરક્વીને આપ્યો પુત્રને જન્મ
સોર્સ : GSTV

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ફેન્સ અને પરિવાર માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીવીની લાફ્ટરક્વીન ભારતી સિંહે એક પુત્રને જન્મ આપ્યો છે. મળતી માહિતી અનુસાર ભારતી અને હર્ષના ઘરે આજે એટલે કે 19 ડિસેમ્બરે પુત્રનો જન્મ થયો છે.  જો કે, ભારતી અને હર્ષ તરફથી પુત્રના જન્મની કોઈ જાણકારી આપવામાં નથી આવી. પરંતુ એક રિપોર્ટ અનુસાર આજે સવારે તેને 'લાફ્ટર શેફ'નું શૂટિંગ કરવાનું હતું, પરંતુ વોટર બેગ ફાટવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં ભારતીએ પોતાના પુત્રને જન્મ આપ્યો.

App Store

નોંધનીય છે કે ભારતી સિંહ પ્રેગ્નન્સી દરમિયાન પણ કામ કરતી હતી. તે કેટલીક વાર કેમેરા પર વાત કરતી નજર આવી છે. ભારતી સિંહે કેટલીક વાર કેમેરા પર કહ્યું છે કે, તેમની ઈચ્છા છે કે તેમના ઘરે એક દીકરીનો જન્મ થાય. ભારતી સિંહે તેમના વ્લૉગમાં કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે તેમના ગોલા માટે એક બહેન આવે. અને તે ઈચ્છતી હતી કે ગોલા બાદ તેમના ઘરે ગોલીનો જન્મ થાય.

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને પહેલેથી એક પુત્ર છે, તેમના પુત્રનું નામ ગોલા ઉર્ફે લક્ષ્ય છે. ભારતી અને હર્ષના ઘરે તેમના પહેલા પુત્રનો જન્મ વર્ષ 2022માં થયો હતો. ગોલાના જન્મ દરમિયાન પણ ભારતી સિંહ પ્રેગ્નન્સી દરમિયાન કામ કરતી હતી.