Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Find out why Priyadarshan decided to leave Akshay Kumar and do his new film with Pankaj Tripathi!

Bollywood: જાણો, કેમ પ્રિયદર્શને અક્ષય કુમારને છોડી પંકજ ત્રિપાઠી સાથે પોતાની નવી ફિલ્મ કરવાનો લીધો નિર્ણય!

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Bollywood: જાણો, કેમ પ્રિયદર્શને અક્ષય કુમારને છોડી પંકજ ત્રિપાઠી સાથે પોતાની નવી ફિલ્મ કરવાનો લીધો નિર્ણય!
સોર્સ : GSTV

પ્રિયદર્શને અક્ષય કુમાર સાથેની તેની તાજેતરની ફિલ્મ 'ભૂતબંગલા'માં નરી વેઠ ઉતારી હોવાનું અક્ષય કુુમાર તથા પ્રિયદર્શન બંનેના ચાહકોનું કહેવું છે. હવે પ્રિયદર્શને તેની નવી કોમેડી ફિલ્મ શરુ કરવાનું નક્કી કર્યું છે પરંતુ તેમાં તેણે અક્ષય કુમારને પડતો મૂકી પંકજ ત્રિપાઠીને મુખ્ય ભૂમિકા આપવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. 

App Store

આ કોમેડીમાં સૌરભ શુક્લા તથા અનુ કપૂર સહિતના કલાકારો સામેલ હશે. વાસ્તવમાં પંકજ ત્રિપાઠી, સૌરભ શુક્લા તથા અનુ કપૂર ત્રણેય વર્ષો પછી ફરી પ્રિયદર્શન સાથે કામ કરશે. અગાઉ પંકજ ત્રિપાઠીએ પ્રિયદર્શનની 'આક્રોશ'માં કામ કર્યું હતું. સૌરભ શુકલાએ તેની 'યે તેરા ઘર યે મેરા ઘર'માં કામ કર્યું હતું જ્યારે અનુ કપૂર પ્રિયદર્શન સાથે 'ગર્દિશ'માં કામ કરી ચૂક્યો છે. 

આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ ચૂકી છે પરંતુ હજુ ટાઈટલ નક્કી થયું નથી. પ્રિયદર્શન આ વર્ષે જ ફટાફટ આ ફિલ્મનું શૂટિંગ શરુ કરી દે તેવી સંભાવના છે.