Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Dhanush files civil suit against Nayanthara

કોર્ટ સુધી પહોંચી ધનુષ-નયનતારાની લડાઈ, મદ્રાસ હાઈકોર્ટે એક્ટ્રેસ પાસેથી માંગ્યો જવાબ

Timeછેલ્લું અપડેટ : 27 Nov 2024
લાઇવ ટીવીGoogle News
કોર્ટ સુધી પહોંચી ધનુષ-નયનતારાની લડાઈ, મદ્રાસ હાઈકોર્ટે એક્ટ્રેસ પાસેથી માંગ્યો જવાબ

ફિલ્મની ફૂટેજના ઉપયોગને લઈને સાઉથ એક્ટર ધનુષ અને એક્ટ્રેસ નયનતારા વચ્ચે શરૂ થયેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લેતો. ધનુષે પરવાનગી વિના નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરીમાં તેની ફિલ્મ 'નાનુમ રાઉડી ધાન'ના વિઝ્યુઅલનો ઉપયોગ કરવા બદલ નયનતારા સામે સિવિલ કેસ દાખલ કર્યો છે. તેણે નયનતારા અને તેના પતિ ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી છે.

App Store

આ પણ વાંચો: VIDEO / નેટફ્લિક્સે 'સ્ક્વિડ ગેમ 2' નું ટ્રેલર રિલીઝ કર્યું, આ તારીખે સ્ટ્રીમ થશે નવી સિઝન

અહેવાલ મુજબ, ધનુષની પ્રોડક્શન હાઉસ કંપની વુંડરબાર ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ નયનતારા, વિગ્નેશ અને તેમની કંપની રાઉડી પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ કોર્ટમાં પહોંચી છે. અરજીમાં આરોપ છે કે તેણે નેટફ્લિક્સની ડોક્યુ-ડ્રામા 'નયનતારા: બિયોન્ડ ધ ફેરીટેલ'માં ફિલ્મ 'નાનુમ રાઉડી ધાન'ના વિઝ્યુઅલનો ઉપયોગ કર્યો છે.

ધનુષની કંપનીએ હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે, જેમાં લોસ ગેટોસ પ્રોડક્શન સર્વિસિસ ઈન્ડિયા એલએલપી સામે કેસ ચલાવવાની મંજૂરી માંગવામાં આવી છે. આ એ જ કંપની છે જેના દ્વારા નેટફ્લિક્સ ભારતમાં તેના કન્ટેન્ટ ઇન્વેસ્ટમેન્ટને રિપોર્ટ કરે છે. લોસ ગેટોસ મુંબઈ સ્થિત કંપની હોવાથી, ધનુષે લેટર્સ પેટન્ટના ક્લોઝ 12નો ઉપયોગ કરવા હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

નયનતારા પાસેથી જવાબ માંગ્યો

આ કેસમાં મદ્રાસ હાઈકોર્ટે બંને પક્ષોની પ્રાથમિક દલીલો સાંભળી અને મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે આ કેસનું મુખ્ય કારણ હાઈકોર્ટના અધિકારક્ષેત્રમાં આવે છે. રિપોર્ટ અનુસાર, હવે નયનતારાએ આગામી સુનાવણીમાં નોટિસનો જવાબ આપવો પડશે.

શું છે વિવાદ?

તાજેતરમાં નયનતારાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક લાંબો ઓપન લેટર શેર કર્યો છે. ધનુષને સંબોધિત આ લેટરમાં અભિનેત્રીએ ધનુષ પર આરોપ લગાવ્યો હતો કે તે તેને વિઝ્યુઅલના ઉપયોગ માટે મંજૂરી નથી આપી રહ્યો. નયનતારાએ દાવો કર્યો હતો કે જ્યારે વિઝ્યુઅલને મંજૂરી નહોતી આપવામાં આવી ત્યારે તેણે ડોક્યુમેન્ટરીને ફરીથી એડિટ કરી અને ફિલ્મ સંબંધિત કોઈ ફૂટેજનો ઉપયોગ નહતો કર્યો. તેણે કહ્યું કે ધનુષે તેને ત્રણ સેકન્ડના વિઝ્યુઅલનો ઉપયોગ કરવા બદલ 10 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી હતી.

તમિલ ફિલ્મ 'નાનુમ રાઉડી ધાન' વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. જેમાં નયનતારા અને વિજય સેતુપતિ લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન વિગ્નેશ શિવને કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન વિગ્નેશ શિવન અને નયનતારા નજીક આવ્યા અને બંનેએ 2022માં લગ્ન કરી લીધા.